________________
૨૧૬
શ્રી તવાથધિગમ સૂત્ર દક્ષિણ વિભાગમાં પ્રાણુત ક૫ આવેલ છે. આનતથી પ્રાણત કંઈક ઊંચે છે. એની ઉપર સમશ્રેણિમાં સનકુમારમહેંદ્રની જેમ આરણ–અશ્રુત કલ્પ આવેલા છે. અર્થાત આનતની ઉપર (આનતની) સમશ્રેણિમાં આરણ અને પ્રાણુતની ઉપર (પ્રાણુતની) સમશ્રેણિમાં અચુત કલ્પ છે. આરણથી અશ્રુત કંઈક ઊંચે છે.
પ્રશ્ન-આ સૂત્રમાં સઘળા શબ્દોને એક જ સમાસ ન કરતાં જુદા જુદા સમાસે કરવામાં આવ્યાં છે. તેનું શું કારણ? ઉત્તર-સર્વપ્રથમ સીધર્મથી સહસ્ત્રાર સુધીના શબ્દોને સમાસ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે સહસાર સુધી મનુષ્યો અને તિર્યો એ બંને પ્રકારના છ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ કેવળ મનુષ્ય જ ઉત્પન્ન થાય છે. આ ભેદ બતાવવા સૈધર્મથી સહસ્ત્રાર સુધીના શબ્દોને અલગ સમાસ કરવામાં આવ્યું છે. આનત–પ્રાણત એ બે કલમાં સમુદિત એક ઇંદ્ર છે તથા આરણ–અય્યત એ બે કપમાં સમુદિત એક ઈંદ્ર છે એ જણવવા આનત–પ્રાણત એ બે શબ્દોને તથા આરણ-અય્યત એ બે શબ્દોને અલગ અલગ સમાસ કરવામાં આવ્યું છે. નવરૈવેયક સુધી ઉત્પન્ન થનાર બહુલસંસારી પણ હોઈ શકે છે. જ્યારે વિજ્યાદિમાં ઉત્પન્ન થનારા જ અલ્પસંસારી જ હોય છે. આ ભેદને બતાવવા ગ્રેવેયેક શબ્દને અસમસ્ત (સમારહિત) પ્રયોગ કર્યો છે. વિજયાદિ ચાર વિમાનમાં ઉત્પન્ન થનાર છે થોડા ( સંખ્યાતા) ભવ કરીને મોક્ષમાં જાય, જ્યારે સર્વાથ
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org