________________
થો અધ્યાય
૨૨૧.
ઉપર ઉપર ગતિ આદિની હીનતા— જતિ-રાપર-પરિધમિકાન ફીનાર ૪-૨૨ |
ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાન આ ચાર બાબતે ઉપર ઉપરના દેવમાં ક્રમશઃ હીન. હીન હેય છે. - (૧) અહીં ગતિ શબ્દથી અન્ય સ્થળે ગમન કરવાની શક્તિ વિવક્ષિત છે. જે દેવેની જઘન્ય સ્થિતિ બે સાગરેપમ છે તે દેવે નીચે સાતમી પૃથ્વી સુધી અને તિર્યમ્ અસંખ્ય યોજન સુધી જઈ શકે છે. ત્યારબાદ જેમ જેમ જઘન્ય સ્થિતિ બે સાગરેપમથી ઓછી તેમ તેમ ક્રમશઃ ગતિની શક્તિ હીન હીન થતી જય છે. યાવત્ સર્વજઘન્ય સ્થિતિવાળા દે નીચે ત્રીજી પૃથ્વી સુધી જઈ શકે છે. શક્તિની અપેક્ષાએ આ વિચારણું છે. ગમન તે માત્ર ત્રીજી પૃથ્વી સુધી થાય છે. શક્તિ હોવા છતાં દેવે પ્રજનવશાત્ ત્રીજી પૃથ્વી સુધી જાય છે, પ્રાયઃ એથી આગળ જતા નથી. ઉપર ઉપરના દેવામાં મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક અધિક હોવાથી તેઓ અધિક ગતિ કરતા નથી. નવગ્રેવેયકઅને પાંચ અનુત્તરના દેવ તો કદી પણ પોતાના વિમાનથી બહાર જતા જ નથી.
(૨) શરીરનું પ્રમાણ પણ ઉપર ઉપરના દેવને ઓછું ઓછું હોય છે. સૌધર્મ–ઈશાનમાં સાત હાથ ઊંચું, સનકુમાર મહેંદ્રમાં છ હાથ ઊંચું, બ્રહ્મલેક–લાંતકમાં પાંચ હાથ ઊંચું, મહાક-સહસ્ત્રારમાં ચાર હાથ ઊંચું, ૯ થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org