________________
ચોથા અધ્યાય
૨૦૪ પુનઃ ડે ટાઈમ શાંત થાય. પુનઃ અતિ વધારે વાસના પ્રગટે છે. પુનઃ તેને શાંત કરવી પડે છે. આમ જાગેલી વાસનાને શમાવવા જતાં વધારે પ્રગટે છે. આથી જીવ અનેકગણું દુઃખ ભેગવે છે.
માટે જ મહાપુરુષેએ સંસારસુખને વખોડ્યું છે. એના ઉપર વૈરાગ્ય લાવી તેને ત્યાગ કરવાથી જ સત્ય સુખ પ્રાપ્ત થશે. સુખ આત્મામાં જ રહેલું છે. સુખના અનુભવ માટે બાહ્ય કઈ પદાર્થની જરૂર નથી. બાહ્ય પદાર્થો સત્ય સુખના ઉપગમાં આડખીલીરૂપ બને છે. પણ આ જગતમાં સર્વત્ર મેહનું સામ્રાજ્ય છવાયેલું છે. મેહરાજા સંસારના પ્રાણુઓને સંસારની આ હકીકતથી અજાણ રાખે છે. એ જ એની કરામત છે. એ સમજે છે કે જે જીવોને આ સત્ય હકીકતનું ભાન થઈ જશે તે મારી સત્તામાંથી છટકી જશે. પણ જગતમાં જેમ મેહરાજાનું સામ્રાજ્ય છે તેમ ધર્મરાજાનું પણું સામ્રાજ્ય છે. મેહરાજાના સામ્રાજ્યથી એનું સામ્રાજ્ય. ભલે નાનું હોય, પણ એની ભવ્યતા આગળ મેહરાજાનું સામ્રાજ્ય કઈ વિસાતમાં નથી. જે જીવ તથાભવ્યત્વને પરિપાક વગેરે સામગ્રીથી ધર્મરાજાની પાસે આવે છે, તે આ સત્ય હકીકતથી વાકેફ થઈ જાય છે, અને ધીમે ધીમે મેહરાજાના વાડામાંથી કૂદીને આત્મસુખના અનંત અમૃતકુંડમાં ઝંપલાવે છે. પછી એને કઈ દુઃખ સ્પર્શી શકતું નથી. તે સંસારમાં કદીય ન અનુભવ્યું હોય એવું અનુપમ સુખ સદા નિરંતર ભેગવે છે. [૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org