________________
ત્રીજો અધ્યાય
૧૮૫ ભગવતે જન્માભિષેક થાય છે. જેમ નાભિ શરીરના મધ્યભાગમાં છે, તેમ મેરુ પર્વત જંબુદ્વીપની બરોબર મધ્યમાં છે. આથી મેર જબૂદ્વીપની નાભિ રૂપ હોવાથી સૂત્રમાં જંબુદ્વીપનું મેરુનાભિ વિશેષણ છે. [૯]
જબૂદ્વીપમાં આવેલાં ક્ષેત્રે - भरत-हैमवत-हरिविदेह-रम्यकू-हरण्यवतैरावतवर्षाः
ક્ષેત્રાદિ છે રૂ-૨૦ જબૂદ્વીપમાં ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હરણ્યવત અને અરાવત એ સાત ક્ષેત્રો આવેલાં છે.
ભરતક્ષેત્ર દક્ષિણ દિશામાં આવેલું છે. ભારતથી ઉત્તરમાં હૈમવત વગેરે છ ક્ષેત્રે ક્રમશઃ આવેલાં છે. ભરત તથા અાવત એ બે ક્ષેત્રે, હૈમવત અને હરણ્યવત બે ક્ષેત્રે, તથા હરિવર્ષ અને રમ્યફ એ બે ક્ષેત્રે પ્રમાણે આદિથી તુલ્ય છે. જંબૂદ્વીપના અતિ મધ્યભાગે મહાવિદેહ ક્ષેત્ર છે. મેરુ પર્વત વ્યવહાર સિદ્ધ દિશાની અપેક્ષાએ સર્વક્ષેત્રની ઉત્તરમાં છે. કારણ કે વ્યવહારથી જે દિશામાં સૂર્ય ઉગે તે પૂર્વ દિશા અને જે દિશામાં સૂર્ય અસ્ત પામે તે પશ્ચિમ દિશા. પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભા રહેતાં ડાબી તરફની દિશા ઉત્તર અને જમણી તરફની દિશા દક્ષિણ કહેવાય છે. ભરતમાં જે દિશામાં સૂર્યોદય થાય છે, તેનાથી વિપરીત દિશામાં અરાવતમાં થાય છે. આથી બંને ક્ષેત્રમાં પૂર્વ તરફ મુખ કરતાં મેરુ પર્વત ડાબી તરફ રહે છે. એ પ્રમાણે અન્ય ક્ષેત્રમાં પણ જાણવું. [૧૦].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org