________________
૧૮૨
શ્રી તત્વાધિગમ સૂત્ર જોઈએ, સદા કેવળ પાપ કરે છે માટે તેને જરા પણ સુખ વિના કેવળ દુઃખ જ નિરંતર મળવું જોઈએ. મનુષ્ય ગતિમાં કે તિર્યંચ ગતિમાં સદા કેવળ દુઃખ નથી મળતું, અમુક સમય દુઃખ પછી અમુક સમય સુખ મળે છે. દુઃખ વખતે પણ આંશિક સુખને અનુભવ હોય છે. એટલે જે નિરંતર કેવળ પાપ જ કરે છે તેવા જીને તેના પાપને અનુરૂપ દુઃખ ક્યાં મળે? આ પ્રશ્નના ઉકેલ માટે નરકગતિની સત્તા સ્વીકારવી જ જોઈએ. [૬]
તિછલોકમાં દ્વીપ-સમુદ્રો जम्बूद्वीप-लवणादयः शुभनामनो द्वीप-समुद्राः॥३-७॥
તિર્થો લેકમાં જ બૂદ્વીપ, લવણ સમુદ્ર વગેરે શુભનામવાળા (અસંખ્ય) દ્વીપો અને સમુદ્ર આવેલા છે.
અહીં સુધી અલકનું વર્ણન કર્યું. હવે અહીંથી મધ્યલેકનું વર્ણન શરૂ કરે છે. તિર્થો લેકમાં પ્રથમ એક દ્વીપ, બાદ સમુદ્ર, બાદ પુનઃ દ્વીપ, બાદ સમુદ્ર એમ ક્રમશઃ અસંખ્ય દ્વીપે અને સમુદ્રો રહેલા છે. તેમનાં નામ શુભ હોય છે. જગતમાં શુભ પદાર્થોના જેટલા નામે છે, તે દરેક નામના દ્વીપ અને સમુદ્ર છે. અશુભ નામવાળા એક પણ દ્વીપ કે સમુદ્ર નથી. પ્રારંભના છેડા દ્વીપસમુદ્રોનાં ક્રમશઃ નામ નીચે મુજબ છે.
* રત્નપ્રભા પૂલીને સૌથી ઉપરનો ભાગ તિઓ (–તિયંગૂ) લોક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org