________________
-ત્રીજો અધ્યાય
૧૭૫ - અંબે જાતિના પરમાધામીઓ રમતથી વિવિધ પ્રકારના ભયે ઉત્પન્ન કરે છે. ભયથી નાસતા જીવોની પાછળ પડે છે. દૂર સુધી પાછળ દોડીને કૂતરાની જેમ આમ તેમ દેડાવે છે. અરે આકાશમાં ઊંચે લઈ જઈને અદ્ધરથી ઊંધા મસ્તકે પત્થરની જેમ નીચે મૂકી દે છે, નીચે પડતાં તેમને વામય સળીઓ વડે વધે છે. મુગર આદિથી સખત પ્રહાર કરે છે. અંબષિ પરમાધામીઓ અંબ જાતિના પરમાધામીએથી હણવાથી મૂછિત તથા નિશ્ચિતન જેવા બની ગયેલા નારકેના શરીરને કમ્પણીઓથી કાપીને ટુકડે ટુકડા કરી નાંખે છે, જાણે કે શાક સમારે છે. શ્યામ જાતિના પરમાધામીઓ પણ તેમના અંગે પાંગને છેદી નાંખે છે. ઘટિકાલયમાંથી કાઢીને નીચે વજમય ભૂમિ ઉપર ફે કે છે, જાણે કે બેલ (દડે) ફેંક્યો. વજમય અણુદાર દંડવડે વીંધી નાખે છે. ચાબુકના પ્રહાર કરે છે. પગથી ખૂંદી નાંખે છે.
શબલ જાતિના પરમાધામીઓ તે હદ કરી નાંખે છે. પેટ અને હૃદયને ચીરીને આંતરડાં, ચરબી, માંસ વગેરે બહાર કાઢે છે અને તેમને તેના દર્શન કરાવે છે. રુદ્રજાતિના અસુરે પણ ક્યાં પાછી પાની કરે એમ છે. એ તે ધમધમાટ કરતા ત્યાં આવે છે અને તલવાર ચલાવે છે. ત્રિશૂળ, શૂળ, વજમય શૂળી વગેરેમાં નારકને પરોવે છે. પછી ધગધગતી ચિતામાં હેમી દે છે. ત્યારે શું ઉપદ્ર જાતિના દેવો રુદ્રોથી ઉતરે તેવા છે? નહિ, નહિ. એ તે તેમનાથી
Jain Education International
For Private & Personal Use Only
Only
.
www.jainelibrary.org