________________
૧૭૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સવાયા છે. એ રુદ્ર નથી, પણ ઉપરુદ્ર છે. ઉપરુદ્ર પરમાધામીઓ નારકેના અંગોપાંગના ખંડ ખંડ ટુકડા કરીને રુદ્રોથી પણ અધિક વેદના ઉત્પન્ન કરે છે. કાલ જાતિના પરમાધામીએ દુઃખથી રડતાં નારકેને પકડી પકડીને ધગધગતી લેઢી વગેરેમાં જીવતા માછલાની જેમ પકવે છે.
મહાકાલ પરમાધામીઓથી થતી વિડંબનાની તે વાત જ શી કરવી ? એ માત્ર કાલ નથી, મહાકાલ છે. મહાકાલ પરમાધામીએ નારકને તેમના શરીરમાંથી સિંહના પંછ જેવા આકારવાળા અને કેડી પ્રમાણ માંસના ટુકડાઓ. કાપીને ખવડાવે છે. અગ્નિ જાતિના પરમાધીઓનું કામ અસિ-તલવાર ચલાવવાનું છે. તલવાર આદિ શસ્ત્રો વડે હાથ, પગ, સાથળ, બાહુ, મસ્તક તથા અન્ય અંગોપાંગોને છૂંદીને છિન્નભિન્ન કરી નાખે છે. પત્રધનુ જાતિના પરમાધામીઓ અસિપત્ર વન વિમુવીને દેખાડે છે. છાયાના અભિલાષી બિચારા નારકો ત્યાં જાય છે. પણ ત્યાં જતાં જ તેમને અતિ દુઃખને અનુભવ થાય છે. આ વનમાં તલવાર, આદિ શાસ્ત્રના આકાર સમાન પત્રાવાળા વૃક્ષે હોય છે. નારકે આવે એટલે તરત આ પરમાધામીઓ પવન વિકુવે છે. આથી વૃક્ષેનાં પર્ણો ધડાધડ ખરવા માંડે છે, અને નારકોના હાથ, પગ, કાન, હઠ વગેરે અવય કપાઈ જાય છે. તેમાંથી લેહીની ધારાઓ છૂટે છે. કુંભ, જાતિના પરમાધામીએ નારકેને કુંભી, પચનક, શુંઠક વગેરે સાધને ઉપર ઉકળતા તેલ આદિમાં ભજીયાની જેમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org