________________
-૧૭૪
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર નારકે પરસ્પર ઉદીરિત (નરકના જીવાથી પરસ્પર કરાતા) દુઃખવાળા હોય છે.
પૂર્વભવના વૈરી બે જીવ એકસ્થાને ઉત્પન્ન થયા હોય તે ક્ષેત્રનુભાવજનિત શથી પરસ્પર યુદ્ધ કરે છે. અરે! વૈરી ન હોય છતાં આ મારા પૂર્વભવનો વૈરી છે એમ અસત્ય કલ્પના કરીને એક શેરીને કૂતરો બીજી શેરીના કૂતરા પાછળ પડે તેમ તેની પાછળ પડે છે અને શસ્ત્રોથી યુદ્ધ જમાવે છે. પરસ્પર યુદ્ધ મિથ્યાષ્ટિ નારકે જ કરે, સમ્યગ્દષ્ટિ નહિ. સમ્યગ્દષ્ટિ નારકો તે સમતા ભાવે સહન કરે છે. [૪]
નરકમાં પરમાધામીકૃત વેદના संक्लिष्टासुरोदीरिततुःखाश्च प्राक् चतुर्थ्याः ॥३-५ ।।
ત્રીજી નરક સુધીના નારકે સંકલિષ્ટ અસુરેથી-પરમાધામીથી પણ દુઃખ પામે છે.
અંબ, અંબર્ષિ, શ્યામ, શબલ, રુદ્ર, ઉપદ્ર, કાલ, મહાકાલ, અસિ, પત્રધનુ, કુંભ, વાલુક, વૈતરણ, ખરસ્વર, મહાઘેષ એમ પંદર પ્રકારના પરમાધામીઓ છે. આ પરમાધામીઓ નવા ઉત્પન્ન થયેલા નરકના જીવની પાસે સિંહગર્જના કરતા ચારે તરફથી દોડી આવે છે. અરે ! આ પાપીને મારે! એને છેદી નાંખે ! એની કાયાના ટુકડે ટુકડા કરી નાખે, એ પ્રમાણે કહીને ભાલા, બાણ, તલવાર વગેરે અનેક પ્રકારના શરને ઉપયોગ કરી નારકીના જીવને વીંધી નાંખે છે. છેદી નાંખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org