________________
૧૫૪
શ્રી તવાથધિગમ સૂત્ર નારક અને સંમૂર્ણિમ જ નપુંસક છે.
વેદના દ્રવ્યવેદ અને ભાવવેદ એમ બે ભેદ છે. છવોના શરીરનો બાહ્ય આકાર તે દ્રવ્ય વેદ–લિંગ છે. મનુષ્યાદિ જીવોના શરીરમાં સામાન્યથી બાહ્ય આકાર સમાન હોવા છતાં અમુક અમુક શેડી ઘણી વિશેષતાઓ હોય છે. આ વિશેષતાઓ નામકર્મના ઉદયથી થાય છે. આ વિશેષતાઓ સામાન્યથી ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. એ વિશેષતાઓ જીવોના ભેદને ઓળખવામાં કારણ–ચિહ્ન હોવાથી લિંગ તરીકે ઓળખાય છે. શરીરની એ વિશેષતાઓને આશ્રયીને જીવન ત્રણ વિભાગ પડે છે. પુરુષ, સ્ત્રી અને નપુંસક. શરીરના આકારની વિશેષતાના કારણે જીવને પુરુષાદિ તરીકે સંબંધ વામાં આવે છે. જીવને પુરુષ તરીકે ઓળખાવનાર શરીરને બાહ્ય આકાર તે દ્રવ્ય વેદ-લિંગ છે. જે આકારથી જીવ પુરુષ–રૂપે ઓળખાય તે દ્રવ્ય પુરુષ વેદ. જે આકારથી જીવ સ્ત્રી રૂપે ઓળખાય તે દ્રવ્ય સ્ત્રી વેદ. જે આકારથી જીવ નપુંસક રૂપે ઓળખાય તે નપુંસક વેદ.
મૈથુનની-વિષય સેવનની ઈચ્છા એ ભાવ વેદ-લિંગ છે. ભાવવેદ મેહનીયકર્મના ઉદયથી થાય છે. સ્ત્રી સાથે વિષયસેવનની ઇચ્છા તે પુરુષ વેદ. પુરુષ સાથે વિષયસેવનની ઈચ્છા એ સ્ત્રી વેદ. પુરુષ–સ્ત્રી ઉભય સાથે વિષયસેવનની ઈચ્છા તે નપુંસક વેદ. અહીં વેદનું પ્રતિપાદન ભાવવેદની દૃષ્ટિથી છે. કારણ કે અહીં સંમૂર્ણિમ જીવોને નપુંસક વેદ હોય એમ કહ્યું છે. જે દ્રવ્યવેદની અપેક્ષાએ આ પ્રતિપાદન હોય તે ન ઘટી શકે. કારણ કે સંમૂઈિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org