________________
બીજો અધ્યાય
૧૫૭ - રાગથી મૃત્યુનું દષ્ટાંત –રૂપવાન યુવાનને એક યુવતિએ પીવા પાણી આપ્યું. તેના રૂપમાં યુવતિ મુગ્ધ બની. યુવાન પાણી પીને ત્યાંથી ચાલતો થયો. યુવતિ જતા યુવાનને. એકીટસે જોઈ રહી. જ્યાં સુધી યુવાન દેખાય ત્યાં સુધી યુવતિએ યુવાન તરફ જ દષ્ટિ રાખી. જ્યારે યુવાન દેખાતે બંધ થયો ત્યારે હાય ! એ યુવાન સાથે મારે એગ નહિ. થાય...આમ વિચારતી તે મૃત્યુ પામી.
નેહથી મૃત્યુનું દૃષ્ટાંત સાર્થવાહ પરદેશથી લાંબા કાળે સ્વઘરે આવી રહ્યો હતે. આ અવસરે એના. મિત્રોએ એ ઘરે પહોંચે એ પહેલાં એની સ્ત્રીના પ્રેમની પરીક્ષા કરવા તેણીને તમારે સ્વામી મૃત્યુ પામે છે એવા સમાચાર આપ્યા. સમાચાર સાંભળતાં જ સાર્થવાહની સ્ત્રી મૃત્યુ પામી. સાર્થવાહ ઘરે આવ્યો. પત્નીના મૃત્યુની વાત સાંભળીને તે જ ક્ષણે એ પણ મૃત્યુ પામે. *
ભયથી મૃત્યુનું દષ્ટાંત ગજસુકુમાર મુનિને ઘાતા કરનાર સેમિલ બ્રાહ્મણ મુનિને ઘાત કરીને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં કૃષ્ણ મહારાજને જોતાં આ મને. મારી નાખશે એવા ભયથી મૃત્યુ પામ્યા. આ સ્પર્શથી મૃત્યુનું દૃષ્ટાંત –બ્રહ્રદત્ત ચક્રવર્તીના
* રૂપ વગેરે વિષયના આકર્ષણથી થતું પ્રેમ એ રાગ અને રૂ૫ વગેરે વિષયના આકર્ષણ વિના સામાન્યથી પ્રેમ એ સ્નેહ છે. રૂપાદિથી સ્ત્રી વગેરે પ્રત્યે થતો પ્રેમ એ રાગ, અને પુત્રાદિ ઉપર થને પ્રેમ એ સ્નેહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org