________________
૧૨૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સિવાય ૫ આદિ કાઈ વિષયને જાણવાની શક્તિ નથી. એ પ્રમાણે અન્ય ઇંદ્રિય માટે પણ જાણવું. આથી આપણને તે તે ઇંદ્રિયથી તે તે વિષય સિવાય અન્ય વિષયનું જ્ઞાન થતુ નથી. [૨૧]
મનના વિષય
श्रुतमनिन्द्रियस्य ॥२-२२॥
મનના વિષય શ્રુત છે.
મનથી જ ભાવ શ્રુતજ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાનના વિષય ઘટાઢિ પદાર્થોં છે. આથી ઘટાદિ પદાર્થો મનના પણુ વિષય અને છે.
પ્રથમ શબ્દ સાંભળવાથી કે વાંચવા આદિથી શબ્દનું મતિજ્ઞાન થાય છે. ખદ શબ્દ દ્વારા શબ્દથી વાચ્ચ ઘટાદિ પદ્માનું જ્ઞાન થાય છે. શબ્દ દ્વારા શબ્દથી વાચ્ય ઘટાઢિ પદાનું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. જેમ શબ્દજ્ઞાન દ્વારા શબ્દથી
વાચ્ય ઘટાદિ પદાનુ' જ્ઞાન થાય છે, તેમ ઘટાઢિ પદાર્થના જ્ઞાન દ્વારા ઘટાઢિ પદ્માના વાચક શબ્દનું જ્ઞાન પણ થાય છે.
આ જ્ઞાન પણ, અર્થાત્ ઘટાદિ પદાર્થોના જ્ઞાન દ્વારા ઘટાઢિ પદાર્થોના વાચક શબ્દનું જ્ઞાન પણ, શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મુખ્યત્વે મનથી થાય છે. અર્થાત્ જેમ સ્પર્શ આદિ વિષયનુ મતિજ્ઞાન કરવામાં ઇંદ્રિય અને મનવાળાઓને મન અને ઈંદ્રિય એ એની જરૂર પડે છે, તેમ શ્રુતજ્ઞાન કરવામાં મુખ્યત્વે ઈંદ્રિયની જરૂર પડતી નથી. કારણ કે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International