________________
૧૩૬.
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પરભવ જતાં અંતરાલગતિમાં જીવ એક કે બે સમય અનાહારક હોય છે-આહાર લેતા નથી.
જીવ જ્યાંથી શરીર છોડીને છૂટે છે ત્યાં છૂટતાં જ તે શરીર લાયક આહાર લે છે, અને જ્યાં જાય છે ત્યાં પણ પહોંચતાની સાથે જ તે શરીરને એગ્ય આહાર લે છે. આથી જ્યારે જીવ એક સમયમાં કે બે સમયમાં ઉત્પત્તિસ્થાને પહોંચે છે ત્યારે તે આહાર વિના નથી રહેતું. જ્યારે એ સમય લાગે છે ત્યારે પહેલા સમયે છૂટતાં આહાર લે છે અને બીજા સમયે પહોંચતાં જ આહાર લે છે. બેથી વધારે જેટલો સમય લાગે તેટલા સમય જીવ અનાહારકઆહારરહિત હોય છે. જે અંતરાલ ગતિમાં ત્રણ સમય લાગે તે એક સમય અનાહારક હોય છે, અને ચાર સમય લાગે તે બે સમય અનાહારક હોય છે. અંતરાલ ગતિમાં વધારેમાં વધારે ચાર સમય લાગે છે તે આપણે ૨૯ મા સૂત્રમાં વિચારી ગયા છીએ. આથી અહીં આ સૂત્રમાં અંતરાલગતિમાં એક કે બે સમય અનાહારક હોય એમ કહ્યું છે.
યદ્યપિ અંતરાલગતિમાં પાંચ સમય પણ થઈ જાય, તેથી ત્રણ સમય અનાહારક હેય. પણ તેવું ક્યારેક જ બનતું હોવાથી અહીં તેની વિવક્ષા કરવામાં આવી નથી.
આ સૂત્ર વ્યવહારનયની અપેક્ષાએ છે. નિશ્ચયનયની અપેક્ષાએ તે વિગ્રહ ગતિમાં જીવને ત્રણ કે ચાર સમય પણ આહારને અભાવ હોય છે. એનું કારણ એ છે કે નિશ્ચય
Jain Education International
For Private & Personal Use Only
- www.jainelibrary.org