________________
બીજો અધ્યાય
૧૩૭ નય વિગ્રહ ગતિના પ્રથમ સમયે આહારને અભાવ માને છે. જ્યારે વ્યવહારનય એ સમયે આહાર-ગ્રહણ સ્વીકારે છે. નિશ્ચયનય કહે છે કે-જીવ પ્રથમ સમયે પૂર્વભવના શરીરને ત્યાગ કરતા હોવાથી આહાર ન ગ્રહણ કરી શકે. કારણ કે એક સમયમાં બે ક્રિયા-કાર્ય ન કરી શકે. જ્યારે વ્યવહારનય કહે છે કે–જેને જે કાર્ય કરવાનું હોય છે તે ગમે તે રીતે તે કાર્ય કરે છે. આથી પ્રથમ સમયે શરીર ત્યાગની સાથે આહાર ગ્રહણ પણ કરે છે. આથી નિશ્ચયનય પ્રમાણે કેવળ અંતિમ સમયે ઉત્પત્તિસ્થાને પહોંચીને જ આહાર ગ્રહણ કરે છે, આથી વિગ્રહગતિમાં જેટલા સમય લાગે તેનાથી એક ન્યૂન (અંતિમ એક સમય સિવાય) બધા સમયેમાં જીવ અનાહારક હોય છે. વ્યવહારનય પ્રમાણે પ્રથમ અને અંતિમ એ બે સમયેમાં આહાર ગ્રહણ કરે છે, એથી વિગ્રહ ગતિમાં બે સમય સિવાયના સઘળા સમયેમાં અનાહારક હોય છે. આથી જે ત્રણ વિગ્રહગતિ સ્વીકારવામાં આવે તો તેમાં વ્યવહારનયની અપેક્ષાએ વધારેમાં વધારે બે સમય અને નિશ્ચયનયની અપેક્ષાએ ત્રણ સમય અનાહારક હોય છે.
જે ચાર વિગ્રહગતિને સ્વીકાર કરવામાં આવે તે તેમાં વધારેમાં વધારે વ્યવહારનયની અપેક્ષાએ ત્રણ સમય અને નિશ્ચયનયની અપેક્ષાએ ચાર સમય અનાહારક હોય છે. [૩૧]
જન્મના પ્રકારો સંપૂર્ઝન-માવાતા | ૨-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org