________________
૧૩૩
બીજો અધ્યાય
ત્રસનાડીની બહાર રહેલ કેઈજીવ ઊર્વકની દિશામાંથી ત્રસનાડીની બહાર અલેકની વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે, પ્રથમ સમયે સમશ્રેણિએ ત્રસનાડીમાં પ્રવેશ કરે, બીજા સમયે વળીને સમશ્રેણિએ અલકમાં આવે, ત્રીજા સમયે વળીને સમશ્રેણિએ ત્રસનાડીની બહારની દિશામાં જાય, ચોથા સમયે વળીને સમશ્રેણિએ વિદિશામાં ઉત્પત્તિસ્થાને આવે. આ ગતિમાં ત્રણ વળાંક હોવાથી આ ગતિ ત્રિવક્ર છે.
યદ્યપિ ચાર વળાંકવાળી ચતુર્વક્રા ગતિ પણ થાય છે, પણ તે કેઈક જીને ક્યારેક જ થતી હોવાથી અહીં વકગતિ ત્રણ જ કહી છે.
ત્રસ નાડીની બહાર રહેલ કેઈ જીવ ઊર્વકની વિદિશામાંથી ત્રસનાડીની બહાર અધલેકની વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે, પ્રથમ સમયે સમશ્રેણિએ ત્રસનાડીની બહાર જ વિદિશામાંથી દિશામાં આવે, બીજા સમયે વળીને સમશ્રેણિએ ત્રસનાડીમાં પ્રવેશ કરે, ત્રીજા સમયે વળીને અલકમાં આવે, ચોથા સમયે વળીને વસનાડીની બહાર આવે, અને પાંચમા સમયે વળીને વિદિશામાં ઉત્પત્તિસ્થાને પહોંચે. અહીં ચાર વળાંક આવવાથી આ ગતિ ચતુર્વક્રા છે. પણ આવું કવચિત્ જ બને છે.
ત્રસમાંથી પુનઃ ત્રસમાં ઉત્પન થનાર છમાં એક વિકા અને દ્વિવકા એ બે ગતિ સંભવે છે. ત્રસમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org