________________
૧૩૨
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર અવિગ્રહ ગતિથી ઉત્પત્તિરથાને પહોંચી જાય છે. પણ જ્યારે ઉત્પત્તિસ્થાન મૃત્યુસ્થાનથી સમશ્રેણિમાં ન હોય ત્યારે જીવને કઈ વખત એક, કોઈ વખત બે, કોઈ વખત ત્રણ વળાંકથી ગતિ કરવી પડે છે. જે ગતિમાં એક વળાંક આવે તે ગતિ એકવિગ્રહ કે એકવકા છે. જે ગતિમાં બે વળાંક આવે તે. દ્વિવિગ્રહ કે દ્વિવકા ગતિ છે. જે ગતિમાં ત્રણ વળાંક આવે તે ત્રિવિગ્રહ કે ત્રિવકા છે. જીવને પરભવ જતાં વળાંક લેવા પડે છે તેનાં બે કારણો છે. એક કારણ એ છે કે જીવ કમને આધીન હેવાથી પિતાના કર્મ પ્રમાણે દિશા-વિદિશાઓમાં આડા-અવળા સ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે. બીજું કારણ એ છે કે તેને આકાશપ્રદેશની શ્રેણિને અનુસારે જ ગતિ કરવી પડે છે. આ બાબત “મનુબેરળ તિઃ' એ સૂત્રમાં આવી ગઈ છે.
જ્યારે જીવને ઊર્વલોકની પૂર્વદિશાના સ્થાનમાં મૃત્યુ પામીને અધેલોકની પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થવું હોય તે પ્રથમ સમણિએ નીચે ઉતરવું પડે છે. પછી તે પશ્ચિમ દિશા તરફ વળીને ઉત્પત્તિસ્થાને પહોંચે છે. આથી એકવક ગતિ થાય છે. જે જીવને ઊર્વકના અગ્નિખૂણામાં મૃત્યુ પામી અધલેકના વાયવ્ય ખુણમાં ઉત્પન્ન થવાનું હિય તે, પ્રથમ સમયે સમણિએ પશ્ચિમ દિશામાં આવે છે, બીજા સમયે અલેક તરફ વળીને સમણિએ નીચે ઉતરે છે, ત્રીજા સમયે વાયવ્ય ખુણા તરફ વળીને ઉત્પત્તિસ્થાને પહોંચે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org