________________
બીજો અધ્યાય
' ગતિથી અને કોઈ જીવે અવિગ્રહગતિથી પરભવમાં જાય છે. વિગ્રહ એટલે વળાંક. અવિગ્રહ એટલે વળાંક રહિત સરળ. વળાંકવાળી ગતિ તે વિગ્રહ ગતિ અને વળાંક વિનાની ગતિ તે અવિગ્રહ ગતિ. જ્યારે જીવ વિગ્રહ ગતિથી પરભવમાં જાય ત્યારે તેને ક ગ સહાયક હોય છે, તે આ સૂત્રમાં જણાવ્યું છે. પરભવ જતાં મન અને વચન ન હોવાથી એ બે પેગોને સર્વથા અભાવ હોય છે. કાયયોગના ઔદારિક-ઔદારિકમિશ્ર, વક્રિય–વૈક્રિયમિશ્ર આહારક–આહારકમિશ્ર અને કાર્માણ એમ સાત ભેદો છે. પરભવ જતાં ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ ચેગ ન હોય. કારણ કે એ ત્રણ શરીરને છેડીને જ જીવ પરભવમાં જાય છે. ઔદારિકમિશ્ર આદિ ત્રણ મિત્ર કાયયોગ પણ ન હોય. કારણ કે મિશ્રકાશ તે તે કાયયોગની ઉત્પત્તિના પ્રારંભમાં હોય છે. હવે એક કાર્પણ કાયયોગ બાકી રહે છે. આથી વિગ્રહગતિથી પરભવ જતાં જીવને કાર્પણ કાયાગ હોય છે. કાર્પણ કાયયોગની સહાયથી જીવ પરભવમાં પોતાના ઉત્પત્તિસ્થાને પહોંચી જાય છે.
પ્રશ્ન –જીવ પરભવમાં વિગ્રહ અને અવિગ્રહ એમ બે પ્રકારની ગતિથી જાય છે. તેમાં વિગ્રહગતિથી જાય ત્યારે કામણુ યોગની સહાય હોય છે એ સમજાયું. પણું અવિગ્રહ ગતિથી જાય ત્યારે ક્યા યોગની સહાય હાય!
ઉત્તર–અવિગ્રહ ગતિ એક જ સમયની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org