________________
બીજો અધ્યાય
૧૧૫ ઉદયથી ઈષ્ટને મેળવવા અને અનિષ્ટને દૂર કરવા ગતિ કરી શકે છે તે ત્રસ, અને સ્થાવર નામ કર્મના ઉદયથી ઈષ્ટને મેળવવા તથા અનિષ્ટને દૂર કરવા ગતિ ન કરી શકે તે સ્થાવર, એવા પ્રકારની બીજી વ્યાખ્યાના આધારે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય એ પાંચેય પ્રકારના એકેન્દ્રિય જે સ્થાવર છે, અને બેઇંદ્રિય આદિ જી ત્રસ છે. તાત્પર્ય એ આવ્યું કે તેઉકાય વાયુકાયના જીવ પ્રથમ વ્યાખ્યાના આધારે ત્રસ છે, અને બીજી વ્યાખ્યાના આધારે સ્થાવર છે. બેઈદ્રિય આદિ જી બંને પ્રકારની વ્યાખ્યાના આધારે ત્રસ જ છે. [૧૪]
ઈદ્રિયોની સંખ્યા –
પ્રક્રિયાળિ છે ૨-. ઇંદ્રિય પાંચ છે.
ઈન્દ્ર એટલે આત્મા, તેને ઓળખવાની નિશાની તે ઈન્દ્રિય. શરીરમાં આત્મા છે કે નહિ તે ઈદ્રિયોથી જાણી શકાય છે. તે ઇન્દ્રિયે પાંચ છે. પાંચ ઇંદ્રિયોના નામ (સ્પશન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રેત્ર) સૂત્રકાર ભગવંત પિતે જ આ અધ્યાયના ૨૦ મા સૂત્રમાં જણાવશે. [૧૫]
ઇંદ્રિયેના ભેદે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org