________________
૧૨૦
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પ્રશ્ન-નિવૃત્તિ અને ઉપકરણ એ ઇંદ્રિય કહેવાય. કારણ કે જેનાથી જ્ઞાન-બંધ થાય તે ઇંદ્રિય. બંધમાં નિવૃત્તિ અને ઉપકરણ સહાયક છે. પણ લબ્ધિ અને ઉપગને ઈદ્રિય કેમ કહેવાય? કારણ કે તે બંને જ્ઞાનસ્વરૂપ છે.
ઉત્તર –લબ્ધિની સફળતા ઉપગના આધારે છે. લબ્ધિ ગમે તેટલી મળવા છતાં જે તેને ઉપગ ન હોય તે કામ નથી આવતી. લબ્ધિને-મળેલી શક્તિને ઉપગ કરવામાં ઇક્રિયેની જરૂર પડે છે. ઇઢિયે વિના ઉપગ થઈ શક્તા નથી. આમ લબ્ધિ અને ઉપગમાં ઈદ્રિયે કારણ હોવાથી “કાર્યમાં કારણને ઉપચાર કરીને” લબ્ધિ અને ઉપગને પણ ઈદ્રિય તરીકે કહેવામાં આવે છે.
આપણે કઈ પણ વસ્તુને બંધ કરવું હોય તે નિવૃત્તિ આદિ જે ચારે ય ઇન્દ્રિયની જરૂર પડે છે. એકે ય વિના ન ચાલી શકે. લબ્ધિ હોવા છતાં જે ઉપગ ન હોય તે બાધ ન થાય. ઉપયોગ માટે ઉપકરણ દ્રવ્યેન્દ્રિયની જરૂર પડે છે. ઉપકરણ દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય વિના ન રહી શકે. જેમ તલવારને ચલાવવાની કળાને ઉપગ તલવાર આદિ વિના ન થઈ શકે, તેમ નિવૃત્તિ-ઉપકરણ વિના લબ્ધિને ઉપગ ન થઈ શકે. આમ જ્ઞાન કરવામાં નિવૃત્તિ આદિ ચારે ય સહાયક હોવાથી ચારે ય ઈક્રિયે કહેવાય છે. [૧૮]
* નિત્તિને બાથ-અનંતર ભેદ વિના એક ગણવાથી ચાર થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org