________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર દરેક ઇંદ્રિય દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે. છે. અર્થાત પ્રત્યેક ઇંદ્રિયના કચેન્દ્રિય અને ભાવે. દ્રિય એમ બે ભેદ છે. [૧૬]
કન્સેન્દ્રિયના ભેદે – निर्वृत्युपकरणे द्रव्येन्द्रियम् ॥ २-१७॥
કબેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ એમ બે ભેદ છે.
(૧) નિવૃત્તિ એટલે વિશિષ્ટ આકારની રચના ઇદ્રિયને આકાર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે.
(૨) ઉપકરણ એટલે ઉપકારક. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની અંદર રહેલી શક્તિ.
નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયના બાહા અને અત્યંતર એમ બે ભેદે છે. આપણને દેખાતે ચક્ષુ આદિને બાહ્ય આકાર બાહ્ય નિવૃત્તિ છે. બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની અંદર રહેલે તે તે ઇન્દ્રિયને આકાર અત્યંતર નિવૃત્તિ છે. ઉપકરણ દ્રવ્યન્દ્રિય એટલે અત્યંતર નિવૃત્તિમાં રહેલી પિતપોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ. આ વિષયને તલવારના દષ્ટાંતથી વિચારીએ. બાહ્ય નિવૃત્તિ તલવાર સમાન છે. અત્યંતર નિવૃત્તિ તલવારની ધાર સમાન છે. ઉપકરણેન્દ્રિય તલવારની ધારમાં રહેલી કાપવાની તીક્ષણ શક્તિ સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org