________________
બીજો અધ્યાય
૧૦૫ ગોથી નિવૃત્તિ અને શુભગોમાં પ્રવૃત્તિ. સિદ્ધોમાં ગો હેતા નથી. આથી સિદ્ધોમાં ક્ષાયિક સમ્યગ્દર્શન અને ક્ષાયિક -ચારિત્ર કેવી રીતે ઘટે? ઉત્તર ક્ષાયિક સમ્યગ્દર્શન અને
અને ચારિત્રના વ્યાવહારિક અને નિશ્ચયિક એમ બે ભેદ છે. ઉક્ત સમ્યગ્દર્શન અને ચારિત્ર વ્યાવહારિક (વ્યવહારથી) છે. દર્શન મેહનીય અને અનંતાનુબંધી કષાયના ક્ષયથી પ્રગટેલે વિશુદ્ધ આત્મપરિણામ એ નૈયિક ક્ષાયિક સમ્યદર્શન છે. ચારિત્રમેહનીયના ક્ષયથી થયેલી સ્વસ્વરૂપમાં -રમણતા કે સ્થિરતા એ નિશ્ચયિક ક્ષાયિક ચારિત્ર છે. સિદ્ધોમાં ક્ષાયિક સમ્યગ્દર્શન અને ચારિત્ર વ્યાવહારિક નહિ, પણ નૈયિક હોય છે અને એ ઘટી શકે છે.
પ્રશ્ન:-સિદ્ધો દાનાદિમાં પ્રવૃત્તિ નહિ કરતા હોવાથી તેમને ક્ષાયિક દાનાદિ લબ્ધિનું શું ફળ? ઉત્તર -સિદ્ધોની વ્યાવહારિક દાન આદિમાં પ્રવૃત્તિ નથી. તેમને નૈયિક દાનાદિ હોય છે. સિદ્ધ છમાં પરભાવ-પૌગલિક ભાવના ત્યાગ રૂપ દાન, આમિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ, આમિક શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ ભેગ-ઉપભેગ અને સ્વભાવમાં પ્રવૃત્તિ રૂપ વીર્ય હોય છે. (૪)
પશમ ભાવના ભેદે
ज्ञाना-ज्ञान-दर्शनदानादिलब्धयश्चतुस्वित्रिपश्चभेदाः सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ।। २-५॥
ક લાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org