________________
૧૦૦
શ્રી તીર્થાધિગમ સત્ર સ્થિગિત થઈ જાય છે. જેમ કતકચૂર્ણ નાખવાથી કચરે નીચે શમી જતાં જલ નિર્મળ દેખાય છે, તેમ કર્મોને ઉપશમ થવાથી આત્મા નિર્મલ બને છે. અહીં ચરાવાળા નિર્મલ પાણીનું દષ્ટાંત બબર સમજવા જેવું છે. કચરાવાળા નિર્મલ પાણુંમાં કચરાને સર્વથા અભાવ નથી. થ, કિન્ત કચરો નીચે બેસી ગયું છે. એથી પાણી નિર્મલ દેખાય છે. પણ પાણીને હલાવવાથી પુનઃ પાણું ડહોળું બની જાય છે. એ પ્રમાણે કર્મોના ઉપશમમાં કર્મોને સર્વથા અભાવ નથી થતું, કિન્તુ થડા ટાઈમ માટે તેને ઉદય સ્થગિત થઈ જાય છે. આથી થોડા ટાઈમ બાદ પુનઃ કર્મોને ઉદય શરૂ થવાથી તે નિમલતા રહેતી નથી. કર્મોના ઉપશમથી આત્મામાં પ્રગટ થતા ભાવે ઔપશમિક કહેવાય છે.
(૨) ક્ષાચિકભાવ -કર્મોના ક્ષયથી પ્રગટ થતા ભાવે. ક્ષાયિક કહેવાય છે. ક્ષય એટલે કર્મોને સર્વથા નાશ. જેમ જળમાંથી કચરો નીકળી જતાં જળ નિર્મલ બને છે, તેમ આત્મામાં રહેલા કર્મોને સર્વથા ક્ષય થતાં આત્મા નિર્મલ બને છે. કર્મોનો ક્ષયથી પ્રગટ થતી નિર્મળતા સદા રહે છે. કર્મોના ઉપશમથી પ્રગટ થતી નિર્મળતા વિનશ્વર છે,
જ્યારે ક્ષયથી પ્રગટ થતી નિર્મળતા અનંત છે. આ જ ઉપશમમાં અને ક્ષયમાં ભેદ છે.
(૩) મિશ્રભાવ –ઉપશમ અને ક્ષય એ એના મિશ્રણથી ઉત્પન્ન થતા ભાવે મિશ્ર–ક્ષાપશમિક કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org