________________
પ્રથમ અધ્યાય
આશ્રયીને ૧૨ રાજ સ્પર્શન થાય. કેવળી સમુદ્યાતની અપેક્ષાએ સંપૂર્ણ લેકની સ્પર્શના છે.
ક્ષેત્ર-સ્પનામાં તફાવત -કેવળ વર્તમાનકાળને આશ્રયીને ક્ષેત્રની વિચારણા કરવામાં આવે છે, જ્યારે સ્પ
નાની વિચારણા ત્રણે કાળને આશ્રયીને કરવામાં આવે છે. ત્રણે કાળમાં કેટલા ક્ષેત્રને સ્પર્શે છે તેની વિચારણા તે સ્પર્શના ક્ષેત્ર અને સ્પશનામાં ભેદ કાળની અપેક્ષાઓ જ છે.
(૫) કાલ–સમ્યગ્દર્શનને કાળ એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક ૬૬ સાગરોપમ છે. અનેક જીવેની અપેક્ષાએ સર્વ કાળ છે. અર્થાત્ સમ્યગ્દર્શન સદા વિદ્યમાન હોય છે. (૬) અંતર– એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂર્ત સુધી, ઉત્કછથી અર્ધ પુદ્ગલ પરાવર્ત સુધી સમ્યગ્દર્શનને વિરહ પડે છે. અનેક જીવને આશ્રયીને સમ્યગ્દર્શનનું અંતર પડતું જ નથી. (૭) ભાવ-ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ભાવે, ક્ષાપથમિક સમ્યકત્વ ક્ષાપશમિક ભાવે અને પથમિક સમ્યક્ત્વ ઔપશમિક ભાવે હોય છે. (૮) અલપબહુત્વઔપથમિક સમ્યગ્દર્શનવાળા જ સર્વથી અલ્પ હોય છે, તેમનાથી ક્ષાપશમિક સમ્યગ્દર્શનવાળા જી અસંખ્યાતગુણ હોય છે. તેમનાથી ક્ષાયિક સમ્યગ્દર્શનવાળા જ અનંતગુણ હોય છે. કારણ કે સિદ્ધના ને ક્ષાયિક સમ્યગ્દર્શન હોય છે, અને તે અનંત છે. [૮].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org