________________
0
શ્રી તરવાર્યાધિગમ સૂત્ર આપણું મગજમાં બેસે તે જ વસ્તુ આ જગતમાં હેય, તે સિવાય કઈ વસ્તુ ન હોય એ માન્યતા ભૂલ ભરેલી છે. આપણને ન દેખાવા છતાં, જે વસ્તુનું આપત પુરુષનાં શાસ્ત્રમાં પ્રતિપાદન હય, જે વસ્તુ અનુમાન આદિથી સિદ્ધ થતી હોય, તે વસ્તુ આ જગતમાં હોય છે. આપ્ત પુરુષ સ્વયં સર્વજ્ઞ હોય છે. એથી આપણને જે ભાવે ન દેખાય તેને પણ તેઓ પ્રત્યક્ષ જુએ છે અને તેને જગતને ઉપદેશ આપે છે. આપ્તપ્રણેત આગમમાં સર્વજ્ઞનું વર્ણન છે. તદુપરાંત અનુમાનથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. જે ધર્મ અંશતઃ પ્રગટે છે તે ધર્મ અવશ્ય સંપૂર્ણપણે પ્રગટી શકે છે. ચંદ્રને પ્રકાશ બીજના દિવસે અંશતઃ પ્રગટે છે તે પૂર્ણિમાના દિવસે પૂર્ણરૂપે પ્રગટે છે. તેમ આત્માને જ્ઞાનધર્મ અંશતઃ પ્રગટે છે તે સંપૂર્ણ પણ પ્રગટી શકે છે. જે આત્મામાં જ્ઞાનધર્મ સંપૂર્ણ પણે પ્રગટે તે સર્વજ્ઞ. [૩૦]
એક જીવને એકી સાથે કેટલાં જ્ઞાન હોઈ શકે? एकादीनि भाज्यानि युगप देकस्मिन्नाचतुर्थ्यः ॥ १-३१ ।।
એક જીવને એકી સાથે એક, બે, ત્રણ કે ચાર જ્ઞાન હોઈ શકે. - કેઈપણ જીવને એકી સાથે પાંચ જ્ઞાન ન હોઈ શકે.
જ્યારે એક જ્ઞાન હોય છે ત્યારે મતિજ્ઞાન અથવા કેવળજ્ઞાન હોય છે. જ્યારે બે જ્ઞાન હોય છે ત્યારે મતિ-શ્રુત જ્ઞાન હેય છે. જ્યારે ત્રણ જ્ઞાન હોય છે ત્યારે મતિ-શ્રુત-અવધિ અથવા મતિ-શ્રુત-મન:પર્યવ એ ત્રણ જ્ઞાન હોય છે. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org