________________
૮૦
શ્રી તરવાથધિગમ સૂત્ર ઓશિયાળો બની જાય છે! આથી હાથીમાં નિર્બળતાધર્મ પણ છે. એ હાથી નિર્બળ ન હેત તે સિંહને દૂર ફેંકી. દેત. એટલે કે હાથીમાં નિર્બળતા ધર્મ પણ છે જ. હાથીમાં ગાય, બળદ આદિ પ્રાણુઓની અપેક્ષાએ બળ ધર્મ છે અને સિંહની અપેક્ષાએ નિર્બળતા ધર્મ પણ છે.
સંસ્કૃત આદિ અનેક ભાષાઓમાં વિદ્વત્તા ધરાવનાર પ્રોફેસરને જ્યારે ખેતી કરવા અંગેના પ્રશ્નો પૂછવામાં આવે. ત્યારે તેને માથું ખંજવાળવું પડે છે. સંસ્કૃત આદિ ભાષાએના વિદ્વાન હોવા છતાં ખેતીના વિષયમાં તે તે મૂર્ખ જ છે. એ જ પ્રમાણે ખેતીને સારી રીતે જાણનાર ખેડૂત ભાષાના વિષયમાં મૂખ હોવા છતાં ખેતીના વિષયમાં વિદ્વાન–કુશળ છે. પ્રેફેસર ભાષાજ્ઞાનની અપેક્ષાએ વિદ્વાન છે અને ખેતી જ્ઞાનની અપેક્ષાએ મૂર્ખ છે. જે ન સમજે તે મુખે અને જે સારી રીતે સમજે તે વિદ્વાન. ખેડૂત ભાષા. વિશે કાંઈ જ સમજ નથી છતાં ખેતી વિશે સુંદર સમજે છે, આથી ખેડૂત ભાષાજ્ઞાનની અપેક્ષાએ મૂર્ખ છે અને ખેતી-- જ્ઞાનની અપેક્ષાએ વિદ્વાન છે.
એક જ માણસ નિર્ભય અને ભીરુ પણ હોય છે. મને એક વ્યક્તિને અનુભવ છે કે–તે દિવસે કેઈનાથી ડરે નહિ, પણ રાતના તે બહુ જ ડરે. આથી તે રાતના કદી એકલે ક્યાંય જાય નહિ. કહે, તે વ્યક્તિમાં પરસ્પર વિરોધી દેખાતા નિર્ભયતા અને ભીરુતા એ બે ધર્મો છે કે નહિ? તે વ્યક્તિમાં દિવસની અપેક્ષાએ નિર્બળતા-ધર્મ છે અને રાત્રિની અપેક્ષાએ ભીતા–ધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org