________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અનેક છે. દરેક જવાબ સત્ય છે એમ નૈગમનય કહે છે. અહીં અમેરિકા-રશિયા વગેરે દેશની અપેક્ષાએ ભારત વિશેષ છે. પણ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર આદિ ભાગેની અપેક્ષાએ ભારત સામાન્ય છે. ભારતની અપેક્ષાએ ગુજરાત વિશેષ છે. પણ ગુજરાતના કચ્છ-કાઠિયાવાડ વગેરે ભાગોની અપેક્ષાએ ગુજરાત સામાન્ય છે. નિગમનાય સામાન્ય વિશેષ ઉભયને ગ્રહણ કરે છે.
૨. સંગ્રહનય –જે નય સર્વ વિશેને એક રૂપે સામાન્યરૂપે સંગ્રહ કરી લે તે સંગ્રહનય. દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપે છે, એમ આપણે જોયું. આથી દરેક વસ્તુમાં સામાન્ય અંશ અને વિશેષ અંશ રહેલ છે. સંગ્રહનય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. તે કહે છે કે-સામાન્ય વિના વિશેષ હોઈ શકે જ નહિ. સામાન્ય વિના વિશેષ આકાશ કુસુમવત્ અસત્ જ છે. વનસ્પતિ વિના લીમડે હોઈ શકે જ નહિ, આથી જ્યાં
જ્યાં વિશેષ છે ત્યાં ત્યાં સામાન્ય અવશ્ય હોય છે. આથી સંગ્રહનય દરેક વસ્તુની ઓળખાણ સામાન્યરૂપે આપે છે. એની દષ્ટિ સામાન્ય તરફ જ જાય છે.
- આથી આ નયની દ્રષ્ટિ વિશાળ છે. તે સર્વ વિશેનો સામાન્યથી એકરૂપે સંગ્રહ કરી લે છે. જેમકે–ચેતન અને જડ એ બંને પદાર્થો જુદા છે. પણ આ નથ તે બંનેને એકરૂપે સંગ્રહી લે છે. જડ અને ચેતન એ બંને પદાર્થો સત્ છે. સત તરીકે બંને સમાન છે–એક છે. પ્રત્યેક જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org