________________
શ્રી તત્ત્વાધિગમ સૂત્ર વચનના જુદા જુદા અર્થ છે. કારભેદ – કરે, છોકરાને, કરાથી વગેરે કારકના ભેદથી અર્થભેદ.
આ પ્રમાણે શબ્દનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે. પણ એક જ શબ્દના પર્યાયવાચી શબ્દોના ભેદથી અથભેદ નથી સ્વીકારતે. મનુષ્ય, માણસ, મનુજ વગેરે શબ્દો જુદા જુદા હોવા છતાં એક જ શબ્દના પર્યાયવાચી શબ્દ હોવાથી તે સર્વ શબ્દને માનવ એ એક જ અર્થ થશે.
૬. સમભિરૂઢનય –આ નય એક જ પર્યાયવાચી વસ્તુને શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. શબ્દનય એક પર્યાયવાચી શબ્દોને અર્થ એક જ માને છે. પણ સમભિરૂઢનય શબ્દભેદથી અર્થભેદ માને છે. તે કહે છે કે-જે લિંગ આદિના ભેદથી અર્થને ભેદ માનવામાં આવે તે વ્યુત્પત્તિ ભેદથી પણ અર્થને ભેદ માન જોઈએ. દરેક શબ્દની વ્યુત્પત્તિ જુદી જુદી છે. માટે દરેક શબ્દને અર્થ પણ જુદો જુદો છે. આથી નૃપ, ભૂપતિ, રાજા વગેરે દરેક શબ્દને અર્થ પણ જુદે જુદે છે. જે માણસનું રક્ષણ કરે તે નૃપ, જે પૃથ્વીનું પાલન કરે તે ભૂપતિ, જે રાજચિહ્નોથી શેભે
તે રાજા.
પ્રશ્નઃ-શું શબ્દનય શબ્દભેદથી અર્થભેટ સર્વથા નથી સ્વીકારતે? ઉત્તર-શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સ્વીકારે પણ છે અને નથી પણ સ્વીકારતે. શબ્દનય એક પર્યાયવાચી શબ્દો સિવાયના શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org