________________
શ્રી તત્ત્વાધિગમ સૂત્ર વાત ગ્રંથકાર મહર્ષિ નીચેના (૩૩ માં) સૂત્રમાં કહે છે. [૩૨] મિથ્યાદષ્ટિનાં પ્રથમ ત્રણ જ્ઞાન વિપરીત કેમ ? सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् ॥१-३३॥
પિતાની અતિક્લપના પ્રમાણે અર્થ કરવાથી ઉન્મત્તની જેમ સત્ પદાર્થ અને અસત પદાર્થની વિશેષતા સમજી ન શકવાથી મિથ્યાદષ્ટિનું મતિ આદિ જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ છે.
જેમ ગાંડો માણસ ભાઈને ભાભી કહે, ભાભીને ભાઈ કહે, ભાઈને બહેન કહે, બહેનને ભાઈ કહે, તેમ મિથ્યાદષ્ટિ સને અસત્ કહે અને અસને સત કહે. કેણ સત્ છે? કેણ અસત્ છે? કેમ છે? વગેરે વિશેષતાઓ સમજી શકતા નથી. | સર્વજ્ઞ ભગવંતે કહે છે કે–દરેક વસ્તુ સત પણ છે અને અસત્ પણ છે. પ્રત્યેક વસ્તુ સ્વરૂપે સત્ છે. પરરૂપે અસત્ છે. ઘટ એ ઘટ છે, પટ નથી. આથી ઘટ ઘટરૂપે– સ્વરૂપે સત્ છે, પટ રૂપે–પરરૂપે અસત્ છે. અર્થાત્ ઘટ ઘટની અપેક્ષાએ સત્ છે અને પટ આદિ પર વસ્તુની અપેક્ષાએ અસત્ છે.
દરેક વસ્તુ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સત્-વિદ્યમાન છે. પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અસ-અવિદ્યમાન છે. ઘટના દષ્ટાંતથી આ વિષયને વિચારીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org