________________
પ્રથમ અધ્યાય
૭૫. પ્રશ્ન-સમ્યગ્દષ્ટિને જેમ ભૌતિક વિષયમાં સંશય કે વિપરીત જ્ઞાન થઈ જાય, તેમ આધ્યાત્મિક વિષયમાં પણ થાય કે નહિ? ઉત્તરા–સમ્યગ્દષ્ટિને આધ્યાત્મિક વિષયમાં પણ પિતાની અલ્પમતિ આદિના કારણે કે ઉપદેશકની ભૂલથી સંશય કે વિપરીત જ્ઞાન થઈ જાય એવું બને. પણ તેમાં સમ્યગ્દર્શન ગુણના પ્રભાવથી આધ્યાત્મિક વિકાસના પાયા રૂપ સત્યજિજ્ઞાસા, સત્યસ્વીકાર વગેરે ગુણે હોય છે. આથી તે પિતાથી વિશેષ જાણકારોની પાસે સત્ય સમજવા પ્રયત્ન કરે છે. તેમાં પોતાની ભૂલ સમજાઈ જાય તે તુરત તેને સુધારી લે છે અને સત્યને સ્વીકાર કરે છે. હવે એવું પણ બને કે કોઈ વિષયમાં પિતાની મતિમંદતાના કારણે સત્ય શું છે તે સમજી શકે નહિ. જે વિષયમાં સત્ય શું છે તે સમજાય નહિ તે વિષયમાં સર્વ જે કહ્યું છે તે જ સત્ય છે એવી માન્યતા ધરાવે છે. પણ આ જ સત્ય એ કદાગ્રહ ન રાખે. એ કઈ પણ વિષયમાં સત્યાસત્યનો નિર્ણય પિતાની મતિકલ્પનાથી ન કરે, કિંતુ સર્વસના ઉપદેશથી કરે. કારણ કે એ સમજતો હોય છે કે છશ્વસ્થ જીવની બુદ્ધિ પરિમિત જ હોય છે. પરિમિત બુદ્ધિથી સત્યાસત્યનો નિર્ણય ન થઈ શકે. સર્વજ્ઞ ભગવંતે જ સત્યાસત્યને પૂર્ણરૂપે જાણી શકે છે. આથી સર્વજ્ઞ ભગવંતેના ઉપદેશના આધારે જ સત્યાસત્યને નિર્ણય થઈ શકે છે. મિથ્યાદષ્ટિ જીવનું માનસ આનાથી વિપરીત હેય છે. તે સ્વમતિકલ્પનાથી સત્યાસત્યને નિર્ણય કરે છે. આ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org