________________
૭૪
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર શાસ્ત્રની દષ્ટિએ નથી, કિંતુ અધ્યાત્મશાસ્ત્રની દષ્ટિએ છે. પ્રમાણશાસાની દૃષ્ટિએ જ્ઞાનને વિષય યથાર્થ હોય તે યથાર્થ બાધ અને અયથાર્થ હોય તે અયથાર્થ બોધ એ અર્થ છે. દેરડામાં દેરડાનું જ્ઞાન યથાર્થબોધ છે. કારણ કે તેને વિષય યથાર્થ છે. અર્થાત્ જેનું જ્ઞાન છે તે ત્યાં છે. દેરડામાં સર્પનું જ્ઞાન અયથાર્થબોધ છે. કારણ કે તેને વિષય અયથાર્થ છે. અર્થાત્ જેનું જ્ઞાન છે તે ત્યાં નથી. વજનદાર પીળી ધાતુમાં આ સેનું છે કે પિત્તળ છે એ સંશય પણ અયથાર્થ બેધ છે. પ્રમાણુશાસ્ત્ર પ્રસિદ્ધ આવે (વિપરીત બેધ વગેરે) અયથાર્થ બેધ સમ્યગ્દષ્ટિમાં પણ હોય છે. પણ અહીં તે વિવક્ષિત નથી. આ અધ્યાત્મશાસ્ત્ર હોવાથી અહીં યથાથબંધને જે બાધ આધ્યાત્મિક વિકાસમાં સહાયક બને તે યથાર્થ બોધ આવે અર્થ વિવક્ષિત છે. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન આધ્યાત્મિક વિકાસમાં સહાયક બને છે.
મિથ્યાષ્ટિનું જ્ઞાન તેવું નથી. સમ્યગ્દષ્ટિ જ્ઞાનને ઉપગ મુખ્યતયા આત્મોન્નતિમાં કરે છે, જ્યારે મિથ્યાદષ્ટિ યુગલપષણમાં કરે છે. આથી જ મિથ્યાષ્ટિનું લૌકિક દૃષ્ટિએ ઉચ્ચ કક્ષાનું ગણાતું જ્ઞાન પણ અજ્ઞાન છે. સમ્યગ્દષ્ટિનું અલ્પ જ્ઞાન પણ જ્ઞાનસ્વરૂપ છે. મિથ્યાષ્ટિનું ભૌતિક જ્ઞાન તે અજ્ઞાન રૂપ છે. કિંતુ આધ્યાત્મિક જ્ઞાન પણ અજ્ઞાનરૂપ છે. સમ્યગ્દષ્ટિમાં આનાથી ઊલટું છે. તેનું આધ્યાત્મિક જ્ઞાન તે જ્ઞાન સ્વરૂપ છે, કિંતુ ભૌતિક જ્ઞાન પણ હેયે પાદેયના વિવેકવાળું હવાથી જ્ઞાન રૂપ (-સભ્યજ્ઞાન) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org