________________
પ્રથમ અધ્યાય
૭૧
ચાર જ્ઞાન હોય છે ત્યારે મતિ, શ્રુત, અવધિ અને મન – પર્યવ એ ચાર જ્ઞાન હોય છે.
પ્રશ્ન –સર્વ જીવોમાં મતિ-મૃત એ બે જ્ઞાન હોય છે. શાસ્ત્રમાં એકેંદ્રિય માં પણ સૂક્ષમ મતિશ્રતને સ્વીકાર કરવામાં આવ્યું છે, તે કેવળ મતિજ્ઞાન કેમ હોઈ શકે ? ઉત્તર :-અહીં શબ્દરૂપ શ્રુતની અપેક્ષાએ કેવળ મતિજ્ઞાન હોઈ શકે છે. એકેંદ્રિયાદિ જેને સૂક્ષ્મ શ્રત હોવા છતાં અક્ષરના બોધરૂપ શ્રુતજ્ઞાન નથી હોતું. અથવા અહીં વિશિષ્ટ શાસ્ત્રરૂપ શ્રુતની વિવેક્ષા છે. નિસર્ગ સમ્યગ્દર્શન પામેલ જીવને મતિજ્ઞાન હોવા છતાં વિશિષ્ટ સામાયિક આદિ શ્રુતના બેધને અભાવ હોય છે.
જ્યારે કેવળજ્ઞાન હોય છે, ત્યારે અન્ય કોઈ જ્ઞાન હેતું નથી.
પ્રશ્ન:-કેવળજ્ઞાનના સમયે અન્ય જ્ઞાનનો સર્વથા અભાવ થાય છે કે તેમની શક્તિ અભિભૂત થાય છે? ઉત્તર :–આ વિષયમાં બે મત છે. એક મતે અન્ય જ્ઞાનને સર્વથા અભાવ હોય છે. આ મતનો અભિપ્રાય એ છે કે ચાર જ્ઞાન આત્માના સ્વભાવરૂપ નથી. કર્મના ક્ષયપશથી પ્રગટ થતા હોવાથી પાધિક છે.
કેવળજ્ઞાન આત્માના સ્વભાવરૂપ છે. કેવળજ્ઞાન જ્ઞાનાવરણના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનાવરણને સર્વથા ક્ષય થાય છે ત્યારે ક્ષપશમરૂપ ઉપાધિને અભાવ હવાથી ચાર જ્ઞાનને પણ સર્વથા અભાવ થાય છે. સૂર્યને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org