________________
૬૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર મનના વિચારને મન:પર્યવજ્ઞાની જેટલી સૂક્ષમતાથી જાણી શકે છે તેટલી સૂમતાથી જાણી શકે નહિ.
અવધિજ્ઞાન રૂપી સર્વ દ્રવ્યોને અને થડા પર્યાને (વધારેમાં વધારે અસંખ્ય પર્યાને) જાણું શકે છે. મનઃપર્યાવજ્ઞાની માત્ર મનેવગણાના પુદ્ગલેને જ જાણી શકે છે, તેમાં પણ, માત્ર અઢીદ્વીપ-બે સમુદ્રપ્રમાણ મનુષ્યક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય એ વિચાર કરવા વાપરેલા મને વર્ગણાના પુદ્ગલેને જ જાણે શકે છે.
અવવિજ્ઞાન માં ક્ષેત્ર, સ્વામી, અને વિષયની બાબતમાં અધિક વિશેષતા હોવા છતાં વિશુદ્ધિની બાબતમાં તે અત્યંત પાછળ પડી જાય છે. આથી અવધિજ્ઞાનની અપેક્ષાએ મનઃપર્યાવજ્ઞાનનું અધિક મહત્વ છે. એક શિક્ષક અનેક શાળાઓમાં અનેક વિષયેનું શિક્ષણ આપે છે, પણ સ્કૂલ ભૂલ સમજાવે છે, જ્યારે બીજો શિક્ષક એક જ શાળામાં એક જ વિષયનું શિક્ષણ આપે છે, છતાં એ વિષયને અત્યંત સૂક્ષ્મતાથી એવી રીતે સમજાવે છે કે-જેથી વિદ્યાર્થીઓ એ વિષયને તલસ્પર્શી બંધ કરી શકે છે. અહીં પ્રથમ શિક્ષક કરતાં બીજા શિક્ષકનું મહત્ત્વ વધારે ગણાય. જેમ અહીં બીજા શિક્ષકનું પ્રથમ શિક્ષકની અપેક્ષાએ ક્ષેત્ર અને વિષયની બાબતમાં અલ્પતા હોવા છતાં બંધની વિશુદ્ધિની અધિકતાથી મહત્વ વધી જાય છે, તેમ અવધિજ્ઞાનની અપેક્ષાએ મનઃ૫ર્યવજ્ઞાનમાં ક્ષેત્ર આદિમાં અલપતા હોવા છતાં વિશુદ્ધિ અધિક હોવાથી તેનું મહત્વ વધી જાય છે. ૨૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org