________________
શ્રી તત્ત્વાથધિંગમ સૂત્ર ખંજવાળની જરૂર પડે છે. મેક્ષમાં નથી કર્મને રેગ કે નથી ઈચ્છાને રે, આથી મેક્ષમાં અન્નાદિના પરિભેગની કે વિષયસેવન આદિની જરૂર જ નથી. જેમ જ્ઞાન આત્માને ગુણ છે તેમ સુખ પણ આત્માને ગુણ છે. આથી મેક્ષમાં અનંતજ્ઞાનની જેમ સ્વાભાવિક અનંત સુખ હોય છે. [૧]
સમ્યગ્દર્શનનું લક્ષણ
तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥१-२॥ તત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન..
તત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એટલે જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે માનવા.
પ્રશ્ન:–“તત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એ સમ્યકુત્વ” એ પ્રમાણે સમ્યકત્વની વ્યાખ્યા કરવાથી એક વિરોધ આવે છે. શ્રદ્ધા-વિશ્વાસ એ મનના પરિણામરૂપ છે. એક ભવમાંથી બીજા ભવમાં જતાં અપાંતરાલ ગતિમાં મન ન હોવાથી સમ્યક્ત્વ નહિ રહે. જ્યારે આગમમાં અપાંતરાલ ગતિમાં પણ સમ્યક્ત્વ હોય છે એમ જણાવ્યું છે.
ઉત્તર:–મિથ્યાત્વ મેહનીય કર્મના ક્ષય-ઉપશમ કે ક્ષપશમથી પ્રગટ થયેલ શુદ્ધ આત્મપરિણામ એ મુખ્ય સમ્યક્ત્વ છે. આ પરિણામ એક ભવથી બીજા ભવમાં જતાં અપાંતરાલ ગતિમાં પણ હોય છે. માટે ત્યાં પણ સમ્યક્ત્વ ઘટી શકવાથી આગમ સાથે વિરોધ આવતો નથી. તત્વાર્થશ્રદ્ધા પ્રગટે ત્યારે મેહનીય કર્મના ક્ષપશમ આદિથી પ્રગટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org