________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સહન કર્યા બાદ જીવના તથાભવ્યત્વને પરિપાક થવાથી નદીલપાષાણુન્યાયે એટલે કે ઘડવાના કેઈપણ જાતના પ્રયત્ન વિના માત્ર વારંવાર આમ-તેમ અથડાવાથી નદીને પત્થર એની મેળે જ ગેળ બની જાય છે, તેમ અનાગથી ઉત્પન્ન થયેલ આત્માના વિશિષ્ટ શુભ અધ્યવસાય રૂપ યથાપ્રવૃત્તિકરણ વડે આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ ઘટીને માત્ર અંતઃકડાકેડી સાગરોપમ પ્રમાણ (૫૫મને અસંખ્યાત ભાગ ન્યૂન એક કેડીકેડી સાઇ પ્રમાણુ) થાય છે. આ પ્રમાણે
જ્યારે આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ અંત કેડાર્કડિ સાવ પ્રમાણ થાય છે ત્યારે જીવ રાગદ્વેષની ગ્રંથી (રાગ-દ્વેષને તીવ્ર પરિણામ) પાસે–ગ્રંથદેશે આ કહેવાય છે. અહીંથી– રાગદ્વેષની દુધ ગ્રંથિને ભેદીને આગળ વધવા માટે ઘણુ જ વીલ્લાસની જરૂર પડે છે.
ઘણું અહીં સુધી (–રાગદ્વેષની નિબીડ ગ્રંથી સુધી) આવીને પાછા ફરે છે, અર્થાત્ સાત કર્મોની દીર્ઘ સ્થિતિ બાંધે છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. અભવ્ય અને દૂરભવ્ય છે આ રાગ-દ્વેષની દુર્ભેદ્ય ગ્રંથિ સુધી આવીને ગ્રંથિને ભેદ ન કરી શકવાથી પાછા ફરે છે. પણ જે આસન્નભવ્ય જીવે છે-જે જીવોમાં આધ્યાત્મિક વિકાસ સાધવાની ગ્યતા પ્રગટી છે તે ગ્રંથિભેદ માટે જરૂરી અપૂર્વ વિલાસરૂય અપૂર્વકરણ વડે રાગ-દ્વેષની ગ્રંથિને ભેદી નાખે છે. ત્યારબાદ ઉત્તરોત્તર વિશુદ્ધ આત્મ-અધ્યવસાય રૂપ અનિવૃત્તિકરણ વડે જીવ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org