________________
૨૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જીવો મોઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કોપ વગેરે તથા ઇંદ્રિયોના વિષયોની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ, વિષયાદિકરૃપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ કરવો તે સંસારરૂપ અજગરનું મોટું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, દર્શન, સુખ સત્તાદિ ભાવપ્રાણનો નાશ કરી, નિગોદમાં અચેતન તુલ્ય થઈ, અનંતવાર જન્મ મરણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે, જ્ઞાનાર્દિકનો અભાવ થયો ત્યારે નાશ પણ થયો.
નિગોદમાં અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન છે, તે સર્વજ્ઞે જોયેલ છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે, તે તે દુઃખ અનંતવાર ભોગવે છે. એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યો. આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુઃખમય પામે છે, ત્યારે કોઈ એકવાર ઇન્દ્રિયજનિનસુખના પર્યાય પામે છે, તે વિષયોના આતાપ સહિત ભય, શંકા, સંયુકત અલ્પકાળ પામે. પછી અનંત પર્યાય દુઃખના, પછી કોઈ એક પર્યાય ઇન્દ્રિયજનિત સુખનો કદાચિત્ પ્રાપ્ત થાય છે.
હવે ચતુર્ગતિનું કાંઈક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી છે. તેમાં ઓગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિકામાં ચોરાસી લાખ બિલ છે તેને નરક કહીએ છીએ. તેની વજ્રમય ભૂમિ ભીંતની માફક છજેલ છે. કેટલાંક બિલ સંખ્યાત યોજન લાંબાં પહોળાં છે, કેટલાંક અસંખ્યાત યોજન લાંબાં પહોળાં છે. તે એક એક બિલની છત વિષે નારકીનાં ઉત્પત્તિનાં સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળાં, સાંકડાં મોઢાવાળાં અને ઊંધે માથે છે. તેમાં નારકી જીવો ઊપજી નીચે માથું અને ઉપર પગથી આવી વજ્રાગ્નિમય પૃથ્વીમાં પડી, જેમ જોરથી પડી દડી પાછી ઊછળે છે તેમ (નારકી) પૃથ્વી પર પડી ઊછળતાં લોટતાં ફરે છે કેવી છે નરકની ભૂમિ ? અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઊપજી વેદનાથી અસંખ્યાત ગુણી અધિક વેદના કરવાવાળી છે,
ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીશ લાખ બિલ અને પંચમ પૃથ્વીનાં બે લાખ બિલ એમ બેંતાલીસ લાખ બિલમાં તો કેવળ આતાપ, અગ્નિની ઉષ્ણ વેદના છે. તે નરકની ઉષ્ણતા જણાવવાને માટે અહીં કોઈ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતો નથી કે જેની સદ્રશતા કહી જાય; તોપણ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે, કે લાખ યોજનપ્રમાણ મોટા લોઢાના ગોળા છોડીએ તો તે નરકભૂમિને નહીં પહોંચતાં, પહોંચતાં પહેલાં નરકક્ષેત્રની ઉષ્ણતાથી ફરી રસરૂપ થઈ વહી જાય છે. (અપૂર્ણ)
૧૧
મુનિસમાગમ
રાજા-હે મહારાજા ! આજે હું આપનાં દર્શન કરીને કૃતાર્થ થયો છું. એક વાર મારું અબઘડીએ બનેલું, તેમજ અગાઉ બનેલું સાંભળવા યોગ્ય ચરિત્ર સાંભળી લઈને પછી મને આપના પવિત્ર જૈનધર્મનો સત્ત્વગુણી ઉપદેશ કરો. આટલું બોલ્યા પછી તે બંધ રહ્યો.
મુનિ હે રાજા ! ધર્મને લગતું તારું ચરિત્ર હોય તો ભલે આનંદ સહિત કહી બતાવ.
રાજા-(મનમાં) અહો ! આ મહા મુનિરાજે હું રાજા છું એમ ક્યાંથી જાણ્યું ! હશે. એ વાત પછી. હમણાં તો પરણે તેને જ ગાઉં. (પ્રસિદ્ધ) હે ભગવન્ ! મેં એક પછી એક એમ અનેક ધર્મો અવલોકન કર્યા. પરંતુ તે પ્રત્યેક ધર્મમાંથી મારી કેટલાંક કારણોથી આસ્થા ઊઠી ગઈ. હું જ્યારે દરેક ધર્મ ગ્રહણ કરતો ત્યારે તેમાં ગુણ વિચારીને, પરંતુ પાછળથી કોણ જાણે ય થાય કે જામેલી આસક્તિ એકદમ નાશ થઈ જાય. જો કે આમ થવાનાં કેટલાંક કારણો પણ હતાં. એક મારી મનોવૃત્તિ એવી જ હતી એમ નહોતું. કોઈ ધર્મમાં ધર્મગુરુઓનું ધૂર્તપણું દેખીને તે ધર્મ છોડીને મેં બીજો સ્વીકૃત કર્યો. વળી તેમાં કોઈ વ્યભિચાર જેવી છીટ દેખીને તે મૂકી દઈને ત્રીજો ગ્રહણ કર્યો. વળી તેમાં હિંસાયુકત