Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૭
પ્રથમદ્વાર
દબાયેલા છે. તે કષાયો અલ્પ પણ પચ્ચક્ખાણને રોકે છે. કહ્યું છે કે—‘જેને કારણ માટે અલ્પ પણ પચ્ચક્ખાણ-વિરતિને રોકે તેથી તે અપ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. અહીં ‘અ’ એ અલ્પ અર્થનો વાચક છે. ૧. તથા-‘અવિરતિ નિમિત્તક કર્મબંધને અને રાગદ્વેષજન્ય દુઃખને જાણવા છતાં તેમ જ વિરતિથી થતા સુખને ઇચ્છવા છતાં પણ વિરતિ ધારણ કરવા માટે અસમર્થ થાય છે. ૨. પોતાના પાપકર્મને નિંદતો જેણે જીવ અજીવનું સ્વરૂપ જાણ્યું છે, જેની શ્રદ્ધા અચલ છે, અને જેણે મોહને ચલિત કર્યો છે એવો આ અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્મા હોય છે.' ૩. આ અવિરતિ આત્માનું સમ્યગ્દષ્ટિપણું પૂર્વે જેનું વર્ણન કર્યું છે તે અંતકરણકાળમાં જેનો સંભવ છે તે •ઉપશમસમ્યક્ત્વ, અથવા વિશુદ્ધ દર્શનમોહ-સમ્યક્ત્વમોહનો ઉદય છતાં જેનો સંભવ છે તે ॰ક્ષાયોપશમિક સમ્યક્ત્વ અથવા દર્શનમોહનીયનો સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ ક્ષાયિકસમ્યક્ત્વ. આ ત્રણ સમ્યક્ત્વમાંથી કોઈપણ સમ્યક્ત્વ છતાં હોય છે, એટલે કે આ ગુણઠાણે દરેક આત્માઓને આ ત્રણ સમ્યક્ત્વમાંથી કોઈપણ સમ્યક્ત્વ હોય છે. આ ગુણના પ્રભાવથી આત્મા સ્વપરની વહેંચણ કરી શકે છે અને સંસાર તરફનો તીવ્ર આસક્તિભાવ ઓછો થાય છે. પૂર્વના અશુભ કર્મના ઉદયથી કદાચ પાપક્રિયામાં પ્રવર્તે તોપણ પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે પ્રવર્તે છે. અને આત્માને હિતકારી પ્રવૃત્તિમાં ઉલ્લાસપૂર્ણ હૃદયે પ્રવર્તે છે. તેના ગુણોના સ્વરૂપભેદને અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહે છે. નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ અહીં અનંતગુણ વિશુદ્ધ હોય છે, અને પાંચમા ગુણસ્થાનકની અપેક્ષાએ અનંતગુણ હીન વિશુદ્ધિ હોય છે.
૫. દેશવિરતિ ગુણસ્થાન—જે સમ્યગ્દષ્ટ આત્મા સર્વવિરતિની ઇચ્છા છતાં પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી હિંસાદિ પાપવાળી ક્રિયાઓનો સર્વથા ત્યાગ કરી શકતો નથી, પરંતુ દેશથી—અંશતઃ ત્યાગ કરી શકે છે તે દેશવિરતિ કહેવાય છે. તેમાં કોઈ એક વ્રતવિષયક સ્થૂલથી સાવઘયોગનો ત્યાગ કરે છે, કોઈ બે વ્રત સંબંધી, યાવત્ કોઈ સર્વવ્રત વિષયક અનુમતિ વર્જીને સાવદ્યયોગનો ત્યાગ કરે છે. અહીં અનુમતિ ત્રણ પ્રકારે છે : ૧. પ્રતિસેવનાનુમતિ, ૨. પ્રતિશ્રવણાનુમતિ, ૩. સંવાસાનુમતિ, તેમાં જે કોઈ પોતે કરેલા કે બીજાએ
૨. જેઓ જાણતા નથી, સ્વીકારતા નથી, પણ પાલન કરે છે તે અજ્ઞાન તપસ્વી.
૩. જેઓ જાણતા નથી, સ્વીકારે છે પણ પાલન કરતા નથી તે સર્વ પાર્શ્વસ્થ આદિ.
૪. જે જાણતા નથી, પરંતુ સ્વીકાર કરે છે અને પાલન પણ કરે છે, તે ગીતાર્થ અનિશ્ચિત અગીતાર્થ મુનિ.
૫. જેઓ જાણે છે, પરંતુ સ્વીકાર અને પાલન કરતા નથી તે શ્રેણિકાદિ
૬. જેઓ જાણે છે, સ્વીકારતા નથી, પણ પાલન કરે છે તે અનુત્તરવાસી દેવ.
૭. જેઓ જાણે છે, સ્વીકારે છે, પણ પાલન કરતા નથી તે સંવિગ્નપાક્ષિકમુનિ.
૮. જે જાણે છે, સ્વીકારે છે, અને પાળે છે તે દેશવિરતિ અને સર્વવિરતિ યુક્ત આત્મા. આ આઠ ભાંગામાંથી પ્રથમના ચાર ભાંગે વર્તતા મિથ્યાર્દષ્ટિ હોય છે, કારણ કે તેઓ સમ્યજ્ઞાન રહિત છે. પછીના ત્રણ ભાંગે વર્તતા અવિરતિ સમ્યગ્દષ્ટિ હોય છે, કારણ કે તેઓ સમ્યગ્નાન સહિત છે. અને આઠમે ભાંગે • વર્તતા આત્માઓ દેશવિરતિ અને સર્વવિરતિ યુક્ત હોય છે. કારણ કે તેઓ સમ્યગ્નાન સહિત વિરતિનો સ્વીકાર કરે છે અને પાલન કરે છે.