________________
૧૦
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૧ પ્રમાદને કારણે ચિત્તમાં ક્વચિત્ અશુભ રાગાદિ ભાવો પ્રગટ થાય તો, તે ભાવ દોષરૂપ હોવા છતાં ઉત્તરકાળમાં ભગવાનની ભક્તિમાં વિશેષ શુભભાવ થવાને કારણે નાશ પામે છે.
અહીં પ્રશ્ન થાય કે, સ્નાનાદિકાળમાં ચિત્તમાં જે આરંભ લાગે છે, તે રૂપ આભિમાનિક દોષનું ઇષ્ટપણું છે, એમ માનીએ તો શું વાંધો છે ? તેથી કહે છે -
વિપર્યયદોષરૂપ અભિમાનને અલ્પરૂપ કહેવું અશક્ય છે.
આશય એ છે કે, જિનપૂજા અર્થે કરાતા સ્નાનાદિમાં આરંભ છે, તે વિપર્યયરૂપ છે, અને તે વિપર્યયરૂપ દોષને અલ્પ કહેવો અશક્ય છે.
અહીં પ્રશ્ન થાય કે, તો પછી સંયમી એવા મહાત્માઓને સ્નાનાદિમાં દોષનું અભિમાન કેમ થાય છે ? તેથી કહે છે
પૂજાના અધિકારી કરતાં ઉપરના ગુણસ્થાનકમાં રહેલા જીવોને સ્નાનાદિમાં દોષનું અભિમાન વિપર્યયરૂપ
નથી.
અહીં પ્રશ્ન થાય કે, સ્નાનાદિમાં આરંભરૂપ દોષનું અભિમાન સમ્યગ્દષ્ટિને વિપર્યયરૂપ છે અને તે જ પ્રકારનું અભિમાન સંયમીને વિપર્યયરૂપ નથી, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે -
-
સ્યાદ્વાદમાર્ગમાં વસ્તુનું આપેક્ષિકપણું છે, તેથી અમુક વ્યક્તિની અપેક્ષાએ તે દોષનું અભિમાન વિપર્યયરૂપ બને અને તે જ દોષનું અભિમાન અન્ય ભૂમિકાની અપેક્ષાએ વિપર્યયરૂપ ન બને. જેમ સ્થવિરકલ્પિકનો માર્ગ જિનકલ્પિકની અપેક્ષાએ માર્ગ નથી, તેમ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ સ્નાનાદિમાં આરંભરૂપ દોષનું અભિમાન વિપર્યયરૂપ કહેવાય, અને સંયમીની અપેક્ષાએ સ્નાનાદિમાં આરંભરૂપ દોષનું અભિમાન વિપર્યયરૂપ ન કહેવાય, તેની ઉપપત્તિ છે.
આ રીતે સિદ્ધ કર્યું કે, વ્યુત્પન્ન જીવ વિધિપૂર્વક પૂજા કરતો હોય ત્યારે દ્રવ્યસ્તવમાં દૂષણ નથી, પરંતુ દ્રવ્યસ્તવમાં જે કાંઈ દૂષણ છે તે વિધિની ખામીકૃત છે અને વિધિવૈકલ્યકૃત દ્રવ્યસ્તવનું દૂષણ પણ તે દૂષણ કરતાં અધિક એવા ભક્તિના શુભભાવથી નાશ પામે છે. એ પ્રકારે જ્ઞાપન કૂપદૃષ્ટાંતનું ફળ છે અર્થાત્ કૂપદૃષ્ટાંતથી આ જણાય છે, એ પ્રકારે તાત્પર્ય છે.
કોઈ જીવ પ્રણિધાનઆશયપૂર્વક ભગવાનની પૂજા કરતો હોય અને પૂજાની નિષ્ઠાકાળ સુધી ભક્તિમાત્રમાં એકતાનતાથી યત્ન કરતો હોય, આમ છતાં વિધિવિષયક અજ્ઞાનને કા૨ણે કે બાહ્ય આચરણારૂપ વિધિમાં પ્રમાદને કા૨ણે કોઈ ત્રુટિ રહેલી હોય, તો તેનાથી લેશ પણ કર્મબંધ થતો નથી; કેમ કે પૂજાવિધિવિષયક બાહ્ય આચ૨ણામાં જે ખામી થઈ છે, તેનાથી ખરેખર કર્મબંધ થવો જોઈએ, પરંતુ ભગવાનની ભક્તિનું પ્રબળપણું હોવાને કારણે તે શુભઅધ્યવસાય તેમાં પ્રતિબંધક બને છે, તેથી બાહ્યઆચરણાની ત્રુટિથી કોઈ કર્મબંધ થતો નથી. જેમ કૂવો ખોદતી વખતે કાદવથી લેપાવાનો પૂરો સંભવ છે, આમ છતાં મંત્રવિશેષના જાપપૂર્વક કૂવો ખોદવાની ક્રિયા કરવામાં આવે તો કૂવો ખોદનારને લેશ પણ કાદવ સ્પર્શી શકતો નથી; તેમ