________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૫-૬૬
૯૧
મળ્યું, પરંતુ બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ બોધિદુર્લભતા થઈ નહિ, આથી જ કૃષ્ણ વાસુદેવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. તેથી તેમનું નિદાન બ્રહ્મદત્ત ચક્રવર્તી કરતાં શિથિલ મૂળવાળું હતું અને દ્રૌપદીને નિદાનના ફળરૂપે પાંચ પતિની પ્રાપ્તિ થઈ, તોપણ જેમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ તેમ દેશવિરતિની પણ પ્રાપ્તિ થઈ, પરંતુ કૃષ્ણ મહારાજાની જેમ પાર્યન્તિક ફળ સુધી વિરતિનો અલાભ થયો નહિ. તેથી દ્રૌપદીનું નિદાન કૃષ્ણ વાસુદેવ કરતાં પણ શિથિલ મૂળવાળું હતું. IIÇપા
અવતરણિકા :
प्रतिबन्धा ऐहिकार्थत्वं द्रौपदीकृतपूजाया निरस्यति
અવતરણિકાર્ય
પ્રતિબંદિ વડે=પ્રતિબંદિ તર્ક વડે, દ્રૌપદી કૃત=દ્રૌપદી વડે કરાયેલ, પૂજાના ઐહિક અર્થપણાનો નિરાસ કરે છે -
=
-
1
* અહીં પ્રતિબંદિ તર્ક આ પ્રમાણે છે – જો દ્રૌપદી વડે પૂજા પાણિગ્રહણ પ્રસંગમાં કરાયેલ છે, તેથી પ્રમાણ નથી, તો સૂર્યાભદેવ વડે કરાયેલ વંદનાદિ પણ પ્રમાણ નહિ થાય, એ પ્રકારના પ્રતિબંદિ તર્ક વડે દ્રૌપદીએ કરેલ પૂજાના ઐહિક અર્થનો ગ્રંથકારશ્રી નિરાસ કરે છે -
શ્લોક ઃ
तत्पाणिग्रहणोत्सवे कृतमिति प्रौढ्या प्रमाणं न चेत्, स्वःसन्निर्मितवन्दनादिकमपि स्थित्युत्सवे किं तथा । क्लिष्टेच्छाविरहो द्वयोरपि समस्तुल्यश्च भक्तेर्गुणो, नागादिप्रतिमार्चनादिह खलु व्यक्ता विशेषप्रथा ।।६६।।
શ્લોકાર્થ :
પાણિગ્રહણના ઉત્સવમાં દ્રૌપદીથી તે=તીર્થેશની પ્રતિમાનું અર્ચન, પ્રૌઢિથી=ઉત્સુકતાથી, કરાયું છે=મારા જીવનનો પાણિગ્રહણનો પ્રસંગ છે, તે ભગવાનની ભક્તિપૂર્વક કરું, એ પ્રકારની ઉત્સુકતાથી કરાયેલો છે. એથી કરીને જો તને પ્રમાણ ન હોય તો સ્થિતિ ઉત્સવમાં સ્વસદ · વડે=સૂર્યાભાદિ દેવ વડે પ્રૌઢિથી જ=ઉત્સુકતાથી જ, કરાયેલ વંદનાદિ પણ શું તેવાં છે ?–દ્રૌપદીના પ્રતિમાના અર્ચનની જેમ શું તને પ્રમાણ નથી ?
ક્લિષ્ટ ઈચ્છાનો વિરહ=કામભોગાદિની ઇચ્છાનો વિરહ, બંનેમાં પણ=દ્રૌપદી અને સૂર્યાભદેવ બંનેમાં પણ, સમ=સમાન છે, અને ભક્તિનો ગુણ પણ બંનેમાં=દ્રૌપદી અને સૂર્યાભદેવ બંનેમાં, તુલ્ય જ છે. બંનેમાં ભક્તિનો ગુણ તુલ્ય છે, તેમાં યુક્તિ બતાવે છે નાગાદિ પ્રતિમાના અર્ચનથી અહીં=દ્રૌપદીના જિનાર્ચનમાં, હતુ=નક્કી, વિશેષ પ્રથા=વિશેષ દૃષ્ટિ, વ્યક્ત=પ્રગટ છે.