________________
૨૪૨
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિફ| ગાથા-૮૪-૮૫, ૮૯. પાંચ મહાવ્રતરૂપ મુખ્ય ગુણો હોવાને કારણે સાધુનાં દર્શન મંગલ માટે થાય છે.
(૪) સુવર્ણ જેમ કડું વગેરે બનવાની યોગ્યતાવાળું હોવાથી વિનીત છે, તેમ ભાવસાધુ આત્માના મૂળ સ્વભાવ તરફ જવા માટે યોગ્ય છે, એથી કરીને વિનીત છે અર્થાત્ ગુણસંપન્ન જીવો પ્રત્યે ઉચિત વિનય કરનારા છે.
(૫) સુવર્ણને અગ્નિમાં તપાવીએ તો દક્ષિણાવર્તવાળું છે, તેમ ભાવસાધુમાં સર્વત્ર માર્ગાનુસારિતારૂપ પ્રદક્ષિણાવર્તતા છે.
આશય એ છે કે, જેમ સુવર્ણને તપાવવાથી દક્ષિણ દિશા તરફ તેના આવર્તો ફરે છે, તેમ ભાવસાધુની પરિણતિ હંમેશાં મોક્ષમાર્ગને અનુસરનારી હોય છે. આથી જ શક્તિને અનુરૂપ સર્વજ્ઞના વચનાનુસાર સુદઢ યત્ન કરીને મોક્ષને અનુકૂળ એવા આત્મભાવો તરફ તેઓનો યત્ન હોય છે.
() સુવર્ણ જેમ સારપણું હોવાને કારણે ગુરુ છે, તેમ ભાવસાધુ આત્માના સારભૂત ભાવોને જોનારા હોવાથી ચિત્તથી ગંભીર છે તે ગુરુ છે અર્થાત્ તુચ્છ ચિત્તવાળા નથી, પરંતુ ગંભીર ચિત્તવાળા છે. આથી જ સંસારના તુચ્છ ભોગો તેમને સ્પર્શતા નથી.
(૭) સુવર્ણ જેમ સારપણું હોવાને કારણે જ અદાહ્ય છે, તેમ ભાવસાધુ આત્માના સારભૂત ભાવોમાં જ વર્તતા હોવાથી ક્રોધાગ્નિથી અદાહ્ય છે.
આશય એ છે કે, ભાવસાધુ ભગવાનના વચનાનુસાર મન, વચન અને કાયાને પ્રવર્તાવતા હોવાથી પોતાને ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ તેમના હૈયામાં કરુણા જ પ્રગટે છે. તેથી ક્રોધરૂપી અગ્નિથી તેમનો આત્મા બળતો નથી, પરંતુ સદા ઉપશમભાવમાં વર્તતો હોય છે.
(૮) સુવર્ણ જેમ સારપણું હોવાને કારણે જ અકુથનીય છે, તેમ ભાવસાધુ સદા ઉચિત શીલભાવ હોવાને કારણે=આત્માના સારભૂત શીલભાવ હોવાને કારણે, અકુથનીય છે અર્થાત્ આત્માની કુત્સિત અવસ્થા અશીલભાવરૂપ છે, જ્યારે મુનિ સદા ઉચિત શીલ પાળતા હોવાથી અકુથનીય છે.
આશય એ છે કે, શીલ=પાંચ ઇન્દ્રિયોનો સંયમ. જ્યાં જે ઇન્દ્રિયોને સમ્યગુ પ્રવર્તાવવાથી સંયમની વૃદ્ધિ થાય, ત્યાં તે ઇન્દ્રિયોને સમ્યગુ પ્રવર્તાવવી; અને જ્યાં ઇન્દ્રિયોના પ્રવર્તનથી અસંયમની વૃદ્ધિ થાય તેમ હોય, ત્યાં તે ઇન્દ્રિયોને સંવૃત રાખવી=ગોપવવી, તે ઉચિત શીલ છે. જેમ - સ્ત્રી આદિ પ્રત્યે દૃષ્ટિ જાય તો રાગભાવ ન થાય તે જ રીતે દૃષ્ટિને સંવૃત કરવી, અને ગમન કરવું હોય ત્યારે યતનાપૂર્વક જીવરક્ષા માટે ચક્ષુને પ્રવર્તાવવી, તે ઉચિત શીલ છે. અને ભાવસાધુ આવું ઉચિત શીલ પાળે છે, તેથી તેમનો આત્મા ક્યારે પણ કુત્સિતભાવને પામતો નથી, તેથી મુનિ સુવર્ણની જેમ અકુથનીય છે. ll૮૪-૮પા ગાથા :
"एवं दिळंतगुणा सज्झमि वि एत्थ होति णायव्वा । ण हि साहम्माभावे पायं जं होइ दिळंतो" ।।६।।