________________
૩૬૨
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિણા / ગાથા-૧૭૫-૧૭૬ શક્તિને કોઈ જોઈ શકે નહિ, માટે કોઈ પુરુષને વેદવચનથી અર્થનો નિર્ણય થઈ શકશે નહિ.
અહીં પૂર્વપક્ષી કહે કે, વેદવચન અને લૌકિક વચનોમાં અર્થપ્રકાશનશક્તિ સમાન છે, માટે જેમ લૌકિક વચનોથી અર્થબોધ થાય છે, તેમ વેદવચનોથી પણ અર્થબોધ થઈ શકશે. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
લૌકિક વચનોથી વેદવચનોનું કથંચિત્ વૈધર્મ દેખાયેલું છે, તેથી લૌકિક વચન અને વેદવચનમાં સમાન અર્થપ્રકાશન શક્તિ છે તેમ માની શકાય નહિ. અને લૌકિક વચનોનું અને વેદવચનોનું વૈધર્મ શું છે? તે ગ્રંથકારશ્રી સ્વયં ગાથા-૧૭૬માં બતાવે છે. II૧૭પી અવતરણિકા -
વેદવચનોમાં લૌકિક વચન સદશ શક્તિ મીમાંસક માની શકે નહિ, તે બતાવવા માટે પૂર્વે ગાથા૧૭૫ના અંતમાં કહ્યું કે, લૌકિક વચનોથી વેદવચનનું કથંચિ વધર્યું દેખાય છે. આ કથન દ્વારા વેદવચનમાં અતીન્દ્રિય શક્તિ કેમ માનવી પડશે તે સ્પષ્ટ કરવા માટે પ્રથમ વેદવચનોનું અને લૌકિક વચનોનું વધર્મ ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા :
"ताणीह पोरुसेयाणि अपोरुसेयाणि वेयवयणाणि ।
सग्गुब्वसिपमुहाणं दिट्ठो तह अत्थभेओ वि" ।।१७६।। ગાથાર્થ :
અહીં=લોકમાં, તે લૌકિક વચનો, પૌરુષેય છે અને વેદવચનો અપૌરુષેય છે, તે પ્રકારે સ્વર્ગઉર્વશી વગેરે શબ્દોનો અર્થભેદ પણ જોવાયેલો છે. I૧૭૬ ટીકા :
तानीह पौरुषेयाणि लौकिकानि अपौरुषेयाणि वेदवचनानि इति वैधयं, स्वर्गोर्वशीप्रमुखानां शब्दानां दृष्टस्तथार्थभेदोऽपि, एवं च य एव लौकिकास्त एव वैदिकाः स एवैषामर्थ इति यत्किञ्चिदेतत्
T૬૭૬
ટીકાર્ચ -
તાનીદ .... અમે લોડપા અહીં=લોકમાં, લૌકિક વચનો પૌરુષેય છે અને વેદવચનો અપરણેય છે, એ પ્રકારે વૈધર્યું છે, તે પ્રકારે સ્વર્ગ-ઉર્વશી વગેરે શબ્દોનો અર્થભેદ પણ જોવાયેલો છે.
આ રીતે ગ્રંથકારશ્રીએ સિદ્ધ કર્યું કે, પૌરુષેય વચન કરતાં અપૌરુષેય વચનમાં કોઈ અતીન્દ્રિય શક્તિ માનવી પડે, અને અતીન્દ્રિય શક્તિને જાણનાર કોઈ પુરુષ મીમાંસક માનતો નથી, તેથી મીમાંસકના મત પ્રમાણે વેદવચનથી અર્થનો નિર્ણય થઈ શકે નહિ. આ પ્રકારની મીમાંસકને આપેલી આપત્તિના નિવારણ