Book Title: Pratima Shatak Part 03
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 416
________________ પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા) ગાથા-૧૮૬ ૩૮૧ ગાથા - "ण हि रयणगुणा रयणे कदाचिदवि होंति उवलसाहम्मा । પર્વ વયતર જ તતિ સામUવયમિ” ૨૮દા. ગાથાર્થ : ઉપલના=પથરના, સામ્યને કારણે રત્નના ગુણો અર7માં ક્યારેય પણ હોતા નથી. એ રીતે વયનાંતરના ગુણો–સામાન્ય વચનથી વચનાંતરરૂપ વિશિષ્ટ વચનના ગુણો, સામાન્ય વચનમાં હોતા નથી. II૧૮૬ ટીકા - - न हि रत्नगुणाः शिरःशूलशमनादयोऽरत्ने घर्घरघट्टादौ कदाचिदपि भवन्त्युपलसाधर्म्यात्, एवं वचनान्तरगुणा हिंसादोषादयो न भवन्ति सामान्यवचने ।।१८६।। ટીકાર્ચ - I શિ... સામાન્યવરને | ઉપલના=પથ્થરતા, સામ્યને કારણે શિરઃશૂલશમનાદિ=મગજની વેદનાનું શમન કરવું આદિ, રત્નના ગુણો અર7માંeઘરઘટ્ટાદિમાં=પત્થરવિશેષમાં, ક્યારેય પણ હોતા નથી. એ રીતે હિંસામાં અદોષાદિ વચનાંતરના=વેદવચનથી વચનાંતરરૂપ સર્વજ્ઞવચતતા, ગુણો સામાન્ય વચનમાં=વેદવચનમાં, હોતા નથી. II૧૮૬. ભાવાર્થ : દ્રવ્યસ્તવથી થતી હિંસા અદોષરૂપ છે, એ વાત ભગવાનના વચનથી સિદ્ધ થાય છે. તેના બળથી વેદવચનથી થતી હિંસા પણ અદોષરૂપ છે, એમ જે પૂર્વપક્ષી કહેવા માંગે છે તે સંગત નથી; કેમ કે રત્નના ગુણો રત્નમાં જ હોય છે, પરંતુ પથ્થરમાં હોતા નથી. જોકે રત્ન અને પથ્થર ઉપલરૂપે સમાન છે, તોપણ રત્નના ગુણો રત્નમાં જ હોય, પથ્થરમાં ન હોઈ શકે; તે રીતે વેદવચન અને સર્વજ્ઞનું વચન એ બંને વચન, વચનરૂપે સમાન હોવા છતાં વેદવચનો કરતાં સર્વજ્ઞ અને વિતરાગનાં વચનો વચનાંતરરૂપ છે; કેમ કે સર્વજ્ઞ - સાક્ષાત્ પદાર્થને જોઈને રાગાદિ રહિત હોવાથી યથાર્થ જ કહેનારા હોય છે. તેથી તેમના વચનાનુસાર પ્રવૃત્તિ કરવામાં ક્વચિત્ બાહ્યથી હિંસા થતી હોય તોપણ અનુબંધથી તે અહિંસાનું કારણ છે. માટે સર્વજ્ઞના વચનાનુસાર કરાતા દ્રવ્યસ્તવથી હિંસાદિ દોષોની પ્રાપ્તિ થતી નથી. પરંતુ તેથી સર્વજ્ઞના વચનથી ઈતર એવાં વેદવચનોથી યજ્ઞમાં કરાતી પ્રવૃત્તિમાં પણ હિંસા હોવા છતાં દોષ નથી તેમ કહી શકાય નહિ, પરંતુ યજ્ઞમાં થતી હિંસામાં દોષ જ છે; કેમ કે અતીન્દ્રિય પદાર્થમાં સર્વજ્ઞથી ઈતર વડે કહેવાયેલા પદાર્થો પ્રમાણભૂત નથી. II૧૮કા

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450