Book Title: Pratima Shatak Part 03
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 425
________________ ૩૯૦. પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિણા/ ગાથા-૧૯૩-૧૯૪ ટીકાર્ય : સત્યવીર્થ દ્રવ્યઃ || અલ્પવીર્યવાળા પ્રાણીને પ્રથમ દ્રવ્યસ્તવ, સહકારી વિશેષભૂત છે=ભાવવિશેષની પ્રાપ્તિમાં સહકારી કારણરૂપ છે, આથી કરીને શ્રેયકારી છે. ઈતરને બહુવીર્યવાળા સાધુને, બાહ્ય ત્યાગથી=બાહ્ય દ્રવ્યસ્તવના ત્યાગથી, ઈતર=ભાવસ્તવ જ, શ્રેયકારી છે. એ પ્રકારે આ પરમાર્થ અહીંયાં=પ્રસ્તુત કથનમાં, ક્રમને આશ્રયીને જાણવો. અર્થાત્ સામાન્ય રીતે પ્રાપ્તિનો ક્રમ પ્રથમ દ્રવ્યસ્તવ પ્રાપ્ત થાય છે પછી ભાવસ્તવ પ્રાપ્ત થાય છે, એ રૂપ ક્રમને આશ્રયીને આ પરમાર્થ જાણવો. જયારે કોઈકને દ્રવ્યસ્તવ વગર જ ભાવસ્તવ પ્રાપ્ત થઈ શકે છે. ૧૯૩મા ભાવાર્થ : યોગમાર્ગમાં પ્રવર્તે એવું વીર્ય જેમનામાં લેશ પણ નથી, તેઓ ધર્મમાર્ગમાં અધિકારી નથી, અને જેમનામાં યોગમાર્ગમાં પ્રવર્તે એવું વીર્ય અલ્પ છે, તેઓ સહકારી વિશેષરૂપ દ્રવ્યસ્તવના બળથી યોગમાર્ગમાં પ્રવત્તિ કરી શકે તેવા છે. તેવા જીવોને દ્રવ્યસ્તવથી યોગમાર્ગની પ્રવત્તિ થઈ શકે છે. જેમ કે કોઈની પાસે ચક્ષુ જ ન હોય તો ચશ્માંથી પણ તે જોઈ શકે નહિ, પરંતુ જેમની ચક્ષુ કાંઈક નબળી છે, તેઓ ચશ્માંરૂપ સાધનથી જોઈ શકે છે. તે રીતે જેમની પાસે યોગમાર્ગને અનુકૂળ અલ્પ વીર્ય છે, તેઓ દ્રવ્યસ્તવના આલંબનથી મોક્ષને અનુકૂળ ભાવો કરી શકે છે; અને જેઓની ચક્ષુ સક્ષમ છે, તેઓને જેમ વસ્તુ જોવા માટે ચશ્માં વગેરે સાધનની આવશ્યકતા રહેતી નથી, તેમ જેઓ પૂજા આદિની બાહ્ય સામગ્રી વગર શાસ્ત્રાધ્યયન કે શાસ્ત્રવચનના આલંબનથી યોગમાર્ગમાં સુદઢ પ્રવૃત્તિ કરી શકે એવા બહુ વીર્યવાળા છે, તેવા સાધુઓને બાહ્ય આચરણાત્મક દ્રવ્યસ્તવના ત્યાગથી ભગવાનની આજ્ઞાના પાલનરૂપ ભાવસ્તવમાં યત્ન કરવો શ્રેય:કારી છે. આ પ્રકારનો અહીં ક્રમને આશ્રયીને પરમાર્થ છે. આશય એ છે કે, જ્યાં સુધી જીવ પોતે અલ્પવિર્યવાળો છે, ત્યાં સુધી દ્રવ્યસ્તવ સેવીને શક્તિસંચય કરે. જ્યારે શક્તિસંપન્ન થઈ જાય ત્યારે દ્રવ્યસ્તવનો ત્યાગ કરીને ભાવસ્તવનો સ્વીકાર કરે. આ પ્રકારનો ક્રમ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના સ્વીકારમાં પરમાર્થરૂપ છે. II૧૯૩ અવતરણિકા - विपर्यये दोषमाह - અવતરણિયાર્થ: વિપર્યયમાં દોષને કહે છે અલ્પવીર્યવાળો જીવ દ્રવ્યસ્તવને છોડીને ભાવાસ્તવ કરે, એ રૂપ વિપર્યયમાં ભાવાસ્તવના અસંભવરૂપ દોષને ગ્રંથકારશ્રી કહે છે – ગાથા - "दव्वथयंपि काउंन तरइ जो अप्पवीरियत्तेणं । परिसुद्धं भावथयं काही सोऽसंभवो एसो" ।।१९४ ।।

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450