________________
૩૯.
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૯૭–૧૯૮ બનું.’ આ રીતે પૂજા દ્વારા નિઃસ્પૃહતાને અભિમુખ ચિત્ત જે શ્રાવક પેદા કરતો હોય છે, તે જ શ્રાવકને જ્યારે સંયમ ગ્રહણ કરે છે ત્યારે, સર્વ સાવઘનો ત્યાગ કરવાને કારણે નિઃસ્પૃહી એવા મુનિ જેવું તેનું ચિત્ત પેદા થાય છે, આથી જ નવું નવું અધ્યયન કરીને તે રત્નત્રયીની વૃદ્ધિ કરે છે. તે વખતે તેને દ્રવ્યસ્તવની હાનિ થાય છે, તોપણ તે પરિશુદ્ધ છે, તેથી તે દ્રવ્યસ્તવની હાનિ સાનુબંધ છે=ફળવાળી છે=દ્રવ્યસ્તવનું જે ફળ ભાવસ્તવ છે, તેને નિષ્પન્ન કરીને થયેલી હાનિ છે, માટે દોષનું કારણ નથી.
પ્રસ્તુત ગાથાની અવતરણિકામાં કહ્યું કે, ભાવસ્તવના અને દ્રવ્યસ્તવના ગુરુ-લાઘવની વિધિને કહે છે.
આનાથી એ પ્રાપ્ત થયું કે, જે જીવ સંયમ ગ્રહણ કરીને જ્ઞાનાદિની વૃદ્ધિ કરી શકે છે, તેવા જીવ માટે ભાવસ્તવ ગુરુ છે અને દ્રવ્યસ્તવ લઘુ છે. તેથી લઘુ એવા દ્રવ્યસ્તવને છોડીને ગુરુભૂત એવા ભાવસ્તવનું જે સેવન કરે તે દોષરૂપ નથી, પરંતુ લઘુભૂત એવા દ્રવ્યસ્તવને છોડી દે અને ગુરુભૂત એવા સંયમને ગ્રહણ કરીને જ્ઞાનાદિની વૃદ્ધિ ન કરી શકે, તેને માટે દ્રવ્યસ્તવની હાનિ દોષ માટે છે. II૧૯૭
અવતરણિકા :
इहैव तन्त्रयुक्तिमाह અવતરણિકાર્થ -
અહીંયાં જ=પૂર્વે ગાથા-૧૯૬માં બતાવ્યું કે, દ્રવ્યસ્તવ પણ કરવા જે સમર્થ નથી તે સર્વત્યાગથી ભાવસ્તવ કઈ રીતે કરી શકશે ? તેથી એ ફલિત થયું કે, દ્રવ્યસ્તવ દ્વારા શક્તિ સંચિત કરીને જ સંયમ ગ્રહણ કરવું જોઈએ. એમાં જ તંત્રયુક્તિને=શાસ્ત્રયુક્તિને, ગ્રંથકારશ્રી કહે છે
ગાથા:
" एत्तो च्चिय णिदिट्ठो धम्मम्मि चउव्विहम्मि विकमोयं । इह दाणसीलतवभावणामए अण्णहाऽजोगा" ।। १९८ ।।
-
ગાથાર્થ ઃ
આથી કરીને જ=દ્રવ્યસ્તવનો પ્રથમ ભાવ છે આથી કરીને જ, અહીંયાં=પ્રવચનમાં દાન, શીલ, તપ અને ભાવનામય ચાર પ્રકારના ધર્મમાં પણ આ ક્રમ નિર્દિષ્ટ=કહેવાયેલો છે. અન્યથા આ ક્રમને છોડીને (આ ધર્મનો) અયોગ છે. II૧૯૮
ટીકા
अत एव द्रव्यस्तवादिभावान्निर्दिष्टो भगवद्भिः धर्मे चतुर्विधेऽपि क्रमोऽयं वक्ष्यमाणः । इह = प्रवचने, दानशीलतपोभावनामये धर्मे, अन्यथाऽयोगादस्य धर्मस्येति गाथार्थः । । १९८ । ।
ટીકાર્ય ઃ
ગત ..... થાર્થ: ।। આથી જ=દ્રવ્યસ્તવનો આદિ ભાવ છે=પ્રથમ ભાવ છે આથી જ, અહીંયાં=