________________
પ્રતિમાશતક ભાગ-૩ |
પરિણા | ગાથા-૧૯૮, ૧૯૯-૨૦૦૦
૩૯૯
પ્રવચનમાં, દાન-શીલ-તપ અને ભાવનામય ધર્મમાં આ=વયમાણ આગળમાં કહેવાશે એ, ક્રમ, ભગવાન વડે નિર્દિષ્ટ કહેવાયેલો છે. અન્યથા આ ક્રમને છોડીને, આ ધર્મનોત્રદાનાદિ ચાર પ્રકારના ધર્મનો, અયોગ છે. II૧૯૮૫ ભાવાર્થ
પૂર્વે ગાથા-૧૯૬માં બતાવ્યા પ્રમાણે પ્રાયઃ દ્રવ્યસ્તવથી જ જીવો ભાવસ્તવની યોગ્યતાને પ્રાપ્ત કરે છે, તેથી દ્રવ્યસ્તવ કારણ છે અને ભાવસ્તવ કાર્ય છે. આ રીતે ભાવસ્તવમાં દ્રવ્યસ્તવનો આદિભાવ છે, તેના કારણે જ ભગવાને દાન-શીલ-તપ અને ભાવમય ચાર પ્રકારના ધર્મનો ક્રમ બતાવ્યો છે; કેમ કે આદિભાવવાળો દ્રવ્યસ્તવરૂપ દાનધર્મ આવે નહિ ત્યાં સુધી ભાવસ્તવરૂપ શીલાદિ ઉપર-ઉપરના ધર્મો આવે નહિ.
ગ્રંથકારશ્રીનો આશય એ છે કે, દ્રવ્યસ્તવ સેવીને જીવ પ્રાયઃ કરીને ભાવસ્તવને યોગ્ય થાય છે, તેથી કરીને ભગવાને ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ દાનધર્મ બતાવેલ છે.
વળી ચાર પ્રકારના ધર્મનો આ ક્રમ છોડીને ધર્મની નિષ્પત્તિ થતી નથી. તેથી કોઈ જીવ દ્રવ્યસ્તવ કરી શકતો ન હોય, આમ છતાં સંયમ ગ્રહણ કરીને ભાવસ્તવમાં યત્ન કરે તો તે જીવમાં ભાવસ્તવ પ્રગટ થાય નહિ. માટે ધર્મની નિષ્પત્તિના અર્થીએ દ્રવ્યસ્તવની શક્તિનો સંચય કરીને સંપન્ન થયેલા વીર્યવાળા થઈને ભાવસ્તવમાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. ll૧૯૮ાા અવતરણિકા -
एतदेवाह - અવતરણિતાર્થ -
આને જ કહે છે–પૂર્વે ગાથા-૧૯૮માં કહ્યું કે, દાન, શીલ, તપ અને ભાવનામય ચાર પ્રકારના ધર્મમાં, આગળ કહેવાશે એ ક્રમ વગર, આ ધર્મનો અયોગ છે. એ જ ક્રમ ગ્રંથકારી કહે છે –
ગાથા -
"संतंपि बज्झमणिच्चं ठाणे दाणंपि जो न वियरेइ । इह खुद्दओ कहं सो सीलं अइदुद्धरं धरइ ।।१९९।। अस्सीलो ण य जायइ सुद्धस्स तवस्स हंदि विसओवि ।
जहसत्तीएऽतवस्सी भावइ कहं भावणाजालं" ।।२००।। ગાથાર્થ -
વિધમાન એવા બાહ્ય અને અનિત્ય એવા પિંડાદિદાનને પણ જે જીવ સ્થાનમાં=પાત્રાદિમાં, આપતો નથી, એ પ્રકારનો ક્ષક એવો તે જીવ, કેવી રીતે અતિદુર્ધર એવા શીલને ધારણ કરી શકે ? અર્થાત્ ન કરી શકે. II૧૯૯II