________________
૪૧૦
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૮
ભાવાર્થ :
જેઓ ભગવાનની મૂર્તિને પૂજનીય માનતા નથી, તેઓ ભગવાનની પૂજા માટે પોતાના લલાટ ઉપર તિલક કરતા નથી, માટે તેઓનું લલાટ તિલકથી શૂન્ય છે. તે જ બતાવે છે કે, જાણે મરેલા સુકૃત જેવું તેઓનું લલાટ છે, નહિતર ભગવાનની પૂજા માટે તિલકથી શૂન્ય લલાટ રહી શકે નહિ. અને જેમનું સુકૃત નાશ પામી ગયું હોય તેમના લલાટને લક્ષ્મી ક્યારેય સ્પર્શતી નથી અર્થાતુ વર્તમાનમાં કદાચ સંપત્તિવાળા હોય તો પણ તેમની લક્ષ્મી તુચ્છ છે; કેમ કે સન્માર્ગમાં ઉપયોગી થાય તેવી નથી, માટે કલ્યાણની પરંપરા કરે તેવી ઉત્તમ લક્ષ્મી તેઓની નથી.
વળી, ભગવાનની પૂજા અર્થે શરીરનો શૌચસંસ્કાર કરવામાં આવે છે. પરંતુ જેઓ મૂર્તિને માનતા નથી તેમનું શરીર સ્નાન નહિ કરેલું હોવાથી શૌચસંસ્કારથી હીન છે, માટે તેઓને શ્રી શોભા, સ્પર્શતી નથી. તેઓ સ્વચ્છતાના અર્થે શરીરનો જે શૌચસંસ્કાર કરે છે, તે તેમની શોભાને બતાવતું નથી, પરંતુ તેઓની હિંસાદિ આરંભરૂપ પાપપ્રવૃત્તિને બતાવે છે.
વળી, મૂર્તિને નહિ માનનારા જેઓ ભગવાનનું ભજન કરતા નથી, તેમનાં વસ્ત્રો વલ્કલ=ઝાડની છાલ જેવાં છે. તેઓ જે વસ્ત્ર ધારણ કરે છે તે તેમની શોભાની વૃદ્ધિને કરનાર નથી, પરંતુ મનુષ્યભવને પામીને તેની શોભાને હિન કરનારાં છે.
વળી, પુણ્યના ઉદયથી તેમના મસ્તક શુક્લ છત્ર વર્તતું હોય તો પણ તે ઉગ્ર ભારરૂપ છે; કેમ કે ભગવાનની ભક્તિ વગરના જીવોનું જે પુણ્ય છે, તેનાથી પ્રાપ્ત થયેલું મસ્તક ઉપર શોભતું શુક્લ છત્ર પણ તેમના આત્માને સંસારસમુદ્રમાં ડુબાડવાનું સાધન છે. ટીકા :
अकृतार्हत्पूजस्य तस्करस्येव लोचने ।
शौचनेनैव संस्पृष्टे गुप्तपातकशङ्किते ।।४।।६८।। ટીકાર્ય :
.... શક્તિ અરિહંતની પૂજા જેમણે કરી નથી એવા જીવતાં, ગુપ્ત પાતકથી શંકિત એવાં બે લોચનો, ચોરની જેમ શોચન વડે જ=ચિંતા-શોક વડે જ, સ્પર્શાયેલાં છે. Iકા. ભાવાર્થ
ચોર ગુપ્ત પાપ કરીને જીવતો હોય છે, તેથી તેનાં ચક્ષુ હંમેશાં શંકાવાળાં હોય છે કે “મને કોઈ જાણી જશે, માટે તેઓની ચક્ષુમાં હંમેશાં પકડાવાની ચિંતા દેખાતી હોય છે. તે રીતે જે જીવો ભગવાનની પૂજા કરતા નથી અને ભગવાનની પ્રતિમાનો અપલાપ કરે છે, તેમના લોચનમાં ભગવાનની પ્રતિમાના અપલોપથી કરાયેલા ગુપ્ત પાપની શંકા દેખાય છે, તેથી તેઓનાં લોચનો શોકથી-ચિંતાથી સ્પર્શાયેલાં હોય છે; કેમ કે પોતે ભગવાનની પ્રતિમાનો અપલાપ કરે છે, પરંતુ શાસ્ત્રની યુક્તિથી વિચારતાં પ્રતિમા સંગત થાય છે,