________________
૪૦૮
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૮ વળી, સ્થાનકવાસી કહે છે કે, “આગમોના અર્થો આપણી પરંપરામાં જે રીતે કરવામાં આવે છે તે રીતે જ તેને સ્વીકારવા જોઈએ, પરંતુ તેમાં યુક્તિઓ જોડીને મૂર્તિ પૂજનીય છે કે નહિ તેવા વિકલ્પો કરવા જોઈએ નહિ.” આ રીતે દુષ્ટ બુદ્ધિવાળા એવા તેઓ પોતાની પરંપરામાં વર્તતા આગમના અર્થોને જોવામાં અંધ જેવી એવી પોતાના પૂર્વજોની પરંપરાને આશ્રયણીય સ્વીકારવારૂપ યુક્તિ સ્થાપન કરે છે, પરંતુ તેમની યુક્તિઓ તેમના વચનથી જ હણાય છે; કેમ કે “યુક્તિથી શાસ્ત્રના અર્થો વિચારવા નહિ, પરંતુ આપણા પૂર્વજોનાં વચનોને સ્વીકારવાં જોઈએ.” એમ કહીને યુક્તિના નિરાસની પરંપરા પોતે સ્થાપન કરે છે. અને તેઓ યુક્તિ આપે છે કે, આગમમાં “ચૈત્ય' શબ્દ જ્ઞાનાર્થક છે ઇત્યાદિ અર્થો કરીને, આગમવચનના અર્થો મૂર્તિને પૂજનીય સ્વીકારી શકતા નથી, તેમ બતાવવા યત્ન કરે છે. તેથી લુપાકો યુક્તિથી વિચારવાનો નિષેધ કરતા હોવાથી અને પોતાના પૂર્વજોની અંધપરંપરાને આશ્રયણીય માનતા હોવાથી, તેમની બતાવેલી યુક્તિઓ શિષ્ટ પુરુષોને પ્રમાણભૂત બને નહિ.
વળી, લંપાકો ભગવાનની મૂર્તિનાં દર્શનથી વંચિત હોવાને કારણે તેમની દૃષ્ટિ પણ શૂન્યની જેમ જ ભમે છે, પરંતુ તેઓ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને જાણી શકતા નથી. તેથી જ ભગવાને બતાવેલાં શાસ્ત્રોના પરમાર્થને જોવા તેઓ સમર્થ નથી.
પૂર્વે કહ્યું કે, ભગવાનની મૂર્તિનાં દર્શનથી વંચિતeઠગાયેલી, એવી લુંપાકોની દૃષ્ટિ પણ શૂન્યની જેમ ભમે છે. તેની પુષ્ટિ માટે ભગવાનની પૂજા કરનાર જીવો કેવા ભાગ્યશાળી છે અને ભગવાનની પૂજા નહિ કરનાર જીવો કેવા ભાગ્યહીન છે, તે બતાવવા માટે કહે છે – ટીકા :
तिलकयुतललाटभ्राजमानाः स्वभाग्याङ्कुरमिव समुदीतं दर्शयन्ते जनानाम् ।
स्फुरदगुरूसुमालीसौरभोद्गारसाराः कृतजिनवरपूजा देवरूपा महेभ्याः ।।१।। ટીકાર્ચ -
તિન ... મખ્યા: In તિલકથી યુક્ત લલાટથી શોભતા, સ્કુરાયમાન થતા એવા અગુરુપૂપ અને સારી માળાઓના સૌરભના ઉદ્દગારોથી શ્રેષ્ઠ એવા, અને કરેલી છે જિનવરની પૂજા જેમણે એવા, દેવ જેવા મોટા શ્રેષ્ઠીઓ લોકોને સમુદિત સારી રીતે ઉદય પામેલા, પોતાના ભાગ્યના અંકુરને જાણે બતાવે છે. III ભાવાર્થ :
પુણ્યશાળી શ્રાવકો જ્યારે ભગવાનની પૂજા કરવા જાય છે, ત્યારે પોતાના લલાટે તિલક કરે છે અને ભગવાનની પૂજા માટે અગુરુ ધૂપ અને પુષ્પોથી ભરેલા થાળાને લઈને જાય છે. ત્યાં જ્યારે ભગવાનની પૂજા કરે છે ત્યારે તેમાંથી ઉત્તમ પ્રકારના સુગંધી ઉદ્ગારો નીકળતા હોય છે. એ રીતે કરાયેલી જિનપૂજાવાળા એવા તેઓને જોઈને બીજા જીવોને એમ લાગે છે કે, આ લોકોના ભાગ્યનો અંકુરો જ જાણે ઊગ્યો નથી !