Book Title: Pratima Shatak Part 03
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 441
________________ પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૭-૬૮ (૮) સર્વ દોષોથી શૂન્ય છે=સ્તવપરિજ્ઞાના વચનાનુસાર કરાયેલી પ્રવૃત્તિ લેશ પણ અકલ્યાણનું કારણ બને તેવી નથી, માટે સર્વ દોષોથી રહિત છે. આ સ્તવપરિજ્ઞા ગ્રંથના લેખનથી થયેલા સુંદર ભાવોથી ઉપાર્જિત એવું કાંઈક પણ તત્ત્વ, શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ ટીકામાં ઉભાવન કરેલ છે અને તે તત્ત્વ વિચા૨ક જીવને કુમતની વાસનાના વિષવિકારોનું વમન ક૨વા માટે સમર્થ છે અર્થાત્ સ્થાનકવાસીની વાસનાના વિષના વિકારોનું વમન કરાવી શકે તેવું છે. ૪૦૬ પ્રસ્તુત સ્તવપરિજ્ઞા વાંચનાર જીવ, જો મધ્યસ્થ હોય તો ભગવાનની મૂર્તિ કઈ રીતે ભાવસ્તવનું કારણ બને છે, એ પ્રકારનું તત્ત્વ બુધજનોને પ્રસ્તુત વર્ણનથી પ્રાપ્ત થાય છે અને તે રૂપ અમૃતના રસના પાનથી બુધ પુરુષો સદા તૃપ્તિને પામનારા થાઓ, એમ કહીને ગ્રંથકારશ્રીને એ કહેવું છે કે, આ ગ્રંથના અધ્યયનથી બુધજનોને ખરેખર ભગવાનની મૂર્તિ પૂજનીય છે, તેવી બુદ્ધિ થવાથી, ભગવાનની ભક્તિ કરીને અમૃતના રસનો આસ્વાદ લઈને બુધજનો તૃપ્તિને પામો. વળી, આ સ્તવપરિજ્ઞા ગ્રંથ સર્વ ભ્રાંતિઓને દૂર કરવા સમર્થ છે. તેથી ભગવાનની મૂર્તિ પૂજનીય છે કે નહિ તેનો નિર્ણય ક૨વા માટે અન્ય શાસ્ત્રોની આવશ્યકતા રહેતી નથી; કેમ કે અનેક યુક્તિઓથી પ્રસ્તુત ગ્રંથમાં ભગવાનની મૂર્તિ કઈ રીતે કલ્યાણનું કારણ છે, તે ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. જેમ માર્ગમાં તૃષાતુર મુસાફરને નદીથી તૃષા મટી જતી હોય તો હજારો કૂવાની જરૂર પડતી નથી, તેમ સુવિચા૨ક જીવને પ્રસ્તુત ગ્રંથથી ભગવાનની મૂર્તિ પૂજનીય છે કે નહિ, તેવો તત્ત્વનિર્ણય ક૨વાની તૃષા, તત્ત્વની પ્રાપ્તિથી શમી જાય છે, તેને અન્ય શાસ્ત્રોના બળથી તત્ત્વનિર્ણય કરવાની આવશ્યકતા રહેતી નથી. આમ બતાવીને ભગવાનની પ્રતિમા પૂજનીય છે, તેવો નિર્ણય ક૨વા માટે સ્તવપરિક્ષા ગ્રંથ પર્યાપ્ત છે, એમ ગ્રંથકારશ્રીને બતાવવું છે. II૬૭ના અવતરણિકા : सर्वलुम्पकमतमुपसंहरन्नाह અવતરણિકાર્થ : સર્વ લુંપકમતના ઉપસંહારને કરતાં ગ્રંથકાશ્રી કહે છે=પ્રતિમાશતક ગ્રંથરત્નમાં અત્યાર સુધી પૂર્વપક્ષ તરીકે જે લુંપાકમતનું નિરૂપણ કરી નિરાકરણ કર્યું તેના ઉપસંહારને કરતાં ગ્રંથકારશ્રી કહે છે શ્લોક ઃ इत्येवं शुचिसूत्रवृन्दविदिता निर्युक्तिभाष्यादिभिः सन्न्यायेन समर्थिता च भगवन्मूर्तिः प्रमाणं सताम् । युक्तिस्त्वन्धपरम्पराश्रयहता मा जाघटीदुर्धियामेतद्दर्शनवञ्चिता दृगपि किं शून्येव न भ्राम्यति ।। ६८ ।।

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450