________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૮
કેમ કે પૂર્વના પુણ્યથી ઉત્તમ સંપત્તિ તેમને મળી છે, તેનો ભગવાનની ભક્તિમાં સર્વ્યય કરીને પુણ્યાનુબંધીપુણ્યની પરંપરાનું તેઓ સર્જન કરે છે.
ટીકા ઃ
आनन्दमान्तरमुदाहरन्ती रोमाञ्चिते वपुषि सस्पृहमुल्लसन्ती ।
पुंसां प्रकाशयति पुण्यरमासमाधिसौभाग्यमर्चनकृतां निभृता दृगेव ।।२।।
roc
ટીકાર્થ -
આનન્દ્ર...... રૃમેવ ।। અર્ચન=પૂજા, કરનાર એવા પુરુષનું રોમાંચિત શરીર હોતે છતે, અંતરના આનંદને બતાવતી અને સ્પૃહા સહિત ઉલ્લાસ પામતી એવી નિભૃત દૃષ્ટિ જ=ભક્તિથી ભરાયેલી દૃષ્ટિ જ, (પૂજા કરનાર એવા) પુરુષની પુણ્યરમા=પુણ્યરૂપી લક્ષ્મીને, સમાધિને અને સૌભાગ્યને પ્રકાશિત કરે છે. ।।૨।।
ભાવાર્થ:
જે પુરુષો ભગવાનની પૂજા કરી રહ્યા છે, અને ભગવાન સંસારસાગરથી તા૨ના૨ા છે તેથી તેમનાં દર્શનમાત્રથી જેઓનું શરીર રોમાંચિત થયું છે, એવા શ્રાવકોની ભક્તિથી ભરાયેલી દૃષ્ટિ તેમના અંતરમાં વર્તતા આનંદને બતાવે છે=પોતાના મનુષ્યજન્મની આ જ સફળતા છે, એવા પ્રકા૨ની બુદ્ધિ હોવાને કારણે તેમના હૈયામાં કષાયોનો ઉપશમ થયો છે, તેનાથી ઉત્પન્ન થયેલા આંતરિક આનંદને બતાવે છે.
વળી તેમની દૃષ્ટિ સસ્પૃહ ઉલ્લાસ પામે છે=ભગવાનની ભક્તિ કરીને સંસારસાગરને તરવાની જે સ્પૃહા છે, તેનાથી સહિત એવી દૃષ્ટિ ઉલ્લાસ પામે છે અને આવી તેઓની દૃષ્ટિ જ પૂજા કરનાર પુરુષની પુણ્યરૂપી લક્ષ્મીને, સમાધિને અને સૌભાગ્યને બતાવે છે અર્થાત્ ભૂતકાળમાં કરેલા પુણ્યને કારણે તેમને આ લક્ષ્મી મળી છે તે બતાવે છે, તેમના ચિત્તમાં કષાયોના ઉપશમને કારણે સમાધિ વર્તી રહી છે તે બતાવે છે, અને ભગવાનની ભક્તિ ક૨વાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બતાવે છે.
asi :
स्पृशति तिलकशून्यं नैव लक्ष्मीर्ललाटं मृतसुकृतमिव श्री : शौचसंस्कारहीनम् । अकलितभजनानां वल्कलान्येव वस्त्राण्यपि च शिरसि शुक्लं छत्रमप्युग्रभारः ।।३।।
ટીકાર્થ ઃ
स्पृशति છત્રમપ્યુપ્રમારઃ ।। જાણે મરી ગયેલું સુકૃત ન હોય એવા તિલકથી રહિત લલાટને લક્ષ્મી સ્પર્શતી જ નથી, અને શૌચસંસ્કારથી રહિત=સ્તાનથી રહિત એવા શરીરને શ્રી=શોભા સ્પર્શતી નથી અને અકલિત ભજનવાળાઓને=ભગવાનનું ભજન નહિ કરનારને, વસ્ત્રો પણ વલ્કલ જ છે અને મસ્તક ઉપર શુક્લ=સફેદ, છત્ર પણ ઉગ્ર ભાર છે. ।।૩।।