________________
પ્રતિમાશતક ભાગ-૩/ બ્લોક-૧૮
૪૦૭
શ્લોકાર્ચ -
વંsઉક્ત રીતિથી=અત્યાર સુધી વર્ણન કરાયેલા પૂર્વ શ્લોકોમાં કહેવાયેલી પદ્ધતિથી, નિર્દોષ એવા સૂકવૃંદથી વિદિત અને નિર્યુક્તિભાષ્યાદિ વડે સક્યાયથી=સદ્યક્તિઓથી સમર્થિત એવી ભગવાનની મૂર્તિ શિષ્ટ પુરુષોને પ્રમાણ છે. વળી દુષ્ટ બુદ્ધિવાળાઓની અંધપરંપરાના આશ્રયથી હણાયેલી એવી યુક્તિ અત્યંત ઘટો નહિ. ભગવાનની મૂર્તિનાં દર્શન વગર વંચિત એવી દષ્ટિ પણ શૂન્યની જેમ ભમતી નાથી શું? અર્થાત્ ભમે છે. ll૧૮ll ટીકા :___'इत्येवं' :- इति उक्तरीत्या, शुचिना=निर्दोषेण, सूत्रवृन्देन विदिता नियुक्तिभाष्यादिभिः, आदिना चूर्णिवृत्तिसर्वोत्तमप्रकरणपरिग्रहः सन्यायेन सयुक्त्या, च समर्थिता=निष्कलङ्कनिश्चयविषयीकृता, भगवन्मूर्तिः सतां=शिष्टानां, प्रमाणमाराध्यत्वादिना, युक्तिस्तु दुधियां दुष्टबुद्धीनाम्, अन्धपरंपराश्रयणीयेत्यभ्युपगमरूपा, तया हता सती मा जाघटीत् मा सुतरां घटिष्ठ, युक्तिनिरासपरंपरायां युक्तिग्रहणस्यानुपपन्नत्वात्, एतदर्शनेन भगवन्मूर्तिदर्शनेन, वञ्चिता दृगपि दृष्टिरपि, किं शून्येव न भ्राम्यति ? अपि तु भ्राम्यत्येव । ટીકાર્ય :
ત્યે ... પ્રાચચેવા ચેવંsઉક્ત રીતિથી=અત્યાર સુધી વર્ણન કરાયેલા પૂર્વ શ્લોકોમાં કહેવાયેલ પદ્ધતિથી, શુચિ=નિર્દોષ એવા સૂત્રવૃંદથી=સૂત્રના સમુદાયથી, વિદિત, અને નિર્યુક્તિભાષ્યાદિ વડે અને ‘આદિ શબ્દથી ચૂણિ-વૃત્તિ સર્વ ઉત્તમ પ્રકરણો વડે સથાયથી=સદ્ભક્તિથી, સમર્થિત=નિષ્કલંક નિશ્ચયના વિષયભૂત કરાયેલી, ભગવાનની મૂતિ, શિષ્ટ પુરુષોને આરાધ્યપણારૂપે પ્રમાણ છે. વળી અંધપરંપરા વડે આશ્રયણીય છે એવા સ્વીકારરૂપ દુષ્ટ બુદ્ધિવાળાઓની યુક્તિ, તેના વડે અંધપરંપરાના આશ્રય વડે, હણાયે છતે જાગૃત ન થાઓ-સુતરાં ન ઘટો; કેમ કે યુક્તિનિરાસની પરંપરામાં યુક્તિગ્રહણનું અનુપપલપણું છે યુક્તિ ગ્રહણ થઈ શકે નહિ. (અ) ભગવાનની મૂર્તિનાં દર્શનથી વંચિત એવી દષ્ટિ પણ શું શૂન્યની જેમ ભમતી નથી ? પરંતુ ભમે જ છે. ભાવાર્થ :
પ્રતિમાશતક ગ્રંથરત્નના શ્લોક-૧થી માંડીને અત્યાર સુધી સ્થાનકવાસી મતનું ગ્રંથકારશ્રી શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજાએ નિરાકરણ કર્યું. હવે તેનો ઉપસંહાર કરતાં કહે છે –
પૂર્વ શ્લોકોમાં વર્ણન કર્યું એ રીતિથી નિર્દોષ આગમવચનથી પ્રતિમા પૂજનીય છે એ જણાય છે. એટલું જ નહિ પણ આગમ ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરે છે, એ બધા વડે પણ સયુક્તિઓથી ભગવાનની મૂર્તિ પૂજનીય છે, એમ સમર્થન કરાયું છે. તેથી ભગવાનના આગમને પ્રમાણ માનનારા એવા શિષ્ટોને મૂર્તિ આરાધ્યપણારૂપે પ્રમાણ છે.