________________
પ્રતિમાશતક ભાગ-૩/ શ્લોક-૬૮-૬૯
૪૧૧ તેથી પોતે કોઈ યુક્તિવાદી પાસે પકડાઈ જશે, એ પ્રકારની ચિંતાથી તેમનાં લોચન સ્પર્શાયેલાં છે; કેમ કે જેમને અભિનિવેશ છે, તેઓ મૂર્તિને સ્વીકારતા નથી, પરંતુ શાસ્ત્રની પંક્તિ જોતાં તેમને સતત ભય રહ્યા કરે છે, કે પોતે ક્યાંક યુક્તિથી પકડાઈ જશે, માટે ચોરના જેવાં શંકિત તેમનાં બે લોચનો છે. આ કથન સ્વમતમાં અત્યંત નિવિષ્ટ=બદ્ધાગ્રહવાળા અને શાસ્ત્રના પરિચિત સ્થાનકવાસીને સામે રાખીને કરેલ છે. I૮ાા
શ્લોક :
प्राप्या नूनमुपक्रिया प्रतिमया नो कापि पूजाकृताम् । चैतन्येन विहीनया तत इयं व्यर्थेति मिथ्या मतिः । पूजाभावात एव देवमणिवत् सा पूजिता शर्मदे
त्येतत्तन्मतगर्वपर्वतभिदावजं बुधानां वचः ।।६९।। શ્લોકાર્ય :
“ખરેખર ચૈતન્યથી વિહીન-રહિત, એવી પ્રતિમાથી પૂજા કરનારને કોઈ પણ ઉપક્રિયા= ઉપકાર, પ્રાપ્ય નથી=પ્રાપ્ત થતો નથી. તેથી આ=પ્રતિમા, વ્યર્થ છે,” એ પ્રકારની મતિ=બુદ્ધિ, મિથ્યા છે. પૂજાના ભાવથી જ દેવમણિની જેમ દેવાધિષ્ઠિત ચિંતામણિની જેમ, પૂજાયેલી એવી તે=પ્રતિમા, શર્મને સુખને, આપનારી છે. આ પ્રકારનું બુધોનું આ વચન તેમના મતના ગવરૂપી પર્વતને ભેદવા માટે વજસમાન છે. II૬૯II.
જ પ્રસ્તુત શ્લોકમાં “તિ તત્ વ:' કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, આ પ્રકારનું આ=પ્રત્યક્ષ એવું બુધોનું વચન તેમના મતના ગર્વને ભેદવા માટે વજ જેવું છે. ટીકા :
પ્રાણા નૂનમુદ્રિય' ફુચાર વૃત્તિમવાતાર્થમ્ ! ટીકાર્ય :
‘ાણા નૂનમુશિયા' ... અવતાર્થ એ પ્રસ્તુત શ્લોકનો અર્થ અવગત=જાણી શકાય તેવો છે.
પ્રસ્તુત શ્લોકમાં કહ્યું કે, લંપાકો પ્રતિમાને વ્યર્થ કહે છે, તે તેમનો મત મિથ્યા છે, અને બુધોનું વચન તેમના મતનું નિરાકરણ કરનાર છે. એ બંને કથનની પુષ્ટિ કરવા માટે ‘પૂર્વથી બે શ્લોકો ગ્રંથકારશ્રી કહે છે – ટીકા :
एवं युक्त्या शम्भोर्भक्त्या सूत्रव्यक्त्या लुम्पाकाः, चित्तोद्रिक्ता मायासिक्ताः क्लृप्ता रिक्ताः किम्पाकाः ।