________________
૪૦૪
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિણા | ગાથા-૨૦૩, શ્લોક-૧૭ ટીકા :
एपेह स्तवपरिज्ञापद्धतिः समासतो वर्णिता मया युष्माकम् । विस्तरतो भावार्थोऽस्याः स्तवपरिज्ञायाः સૂત્રત્ જ્ઞાતવ્ય કૃતિ શિવમ્ ર૦રૂપા ટીકાર્ય :
પ્રદ શિવમ્ આઆગળમાં વર્ણન કરાઈ એ સ્તવપરિક્ષા પદ્ધતિ, અહીંયાં પંચવસ્તુક ગ્રંથમાં, મારા વડે આચાર્ય હરિભદ્રસૂરિ વડે, તમને સંક્ષેપમાં વર્ણન કરાઈ. વિસ્તારથી આનો સ્તવપરિક્ષાનો, ભાવાર્થ સૂત્રથી જાણવો. “તિ' શબ્દ સ્તવપરિજ્ઞા ગ્રંથની સમાપ્તિસૂચક છે. ર૦૩
શિવમૂકલ્યાણ થાઓ. ભાવાર્થ -
સ્તવપરિજ્ઞાનો ઉપસંહાર કરતાં આચાર્યભગવંત શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, આ વર્ણન કરાયેલી સ્તવપરિજ્ઞારૂપ પદ્ધતિ=ગ્રંથ, પોતે સંક્ષેપથી વર્ણન કરેલ છે. આ કથનથી એ પ્રાપ્ત થાય છે કે, ભગવાનના સ્તવરૂપે પ્રસ્તુત ગ્રંથ છે અને તે ભગવાનના સ્તવના તાત્પર્યને બતાવનાર સ્તવપરિજ્ઞા છે અને તેનો વિસ્તાર અર્થ તો સંપૂર્ણ યોગમાર્ગ છે; કેમ કે ભગવાનના સમ્યગૂ પ્રકારના સ્તવથી યોગમાર્ગ નિષ્પન્ન થાય છે અને ઉત્તરોત્તર અધિક અધિક થાય છે.
વળી, ઉપરનો યોગમાર્ગ ભાવસ્તવરૂપ છે, જે અંતે વીતરાગતામાં વિશ્રાંત થનાર છે. આવા પ્રકારના ભગવાનના સ્તવનો બોધ કરાવનાર આ ગ્રંથ પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ પોતે અતિસંક્ષેપથી કહેલ છે, અને વિસ્તારની રુચિવાળાએ ભગવાને બતાવેલા યોગમાર્ગને બતાવનારા સૂત્રથી જાણી લેવો જોઈએ, જેથી ખ્યાલ આવે કે, ભગવાનની દ્રવ્યસામગ્રીથી સ્તુતિ શું છે? અને ભાવથી ભગવાનની સ્તુતિ શું છે?
- સ્તવપરિક્ષાના અંતમાં કલ્યાણ થાઓ, એ પ્રકારની ભાવના અર્થે “શિવ' શબ્દ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ લખેલ છે. તેથી આ ગ્રંથ ભણીને જીવો કલ્યાણને પ્રાપ્ત કરો, તેવી ભાવના ઉપાધ્યાયજી મહારાજાએ અભિવ્યક્ત કરેલ છે. III
૫ રૂતિ સ્તવપરિક્ષા | અવતરણિકા -
આવપરિજ્ઞા પૂર્ણ થયા પછી આ સ્તવપરિજ્ઞા કેવા ગુણોવાળી છે, તે બતાવે છે – ટીકા :
जयइ थयपरिण्णा सारनिठा सुवन्ना, सुगुरुकयऽणुत्रा दाणवक्खाणगुना । नयनिउणपइन्ना हेउदिटुंतपुत्राः गुणगणपरिकिना सव्वदोसेहिं सुना ।।१।।